વડોદરાનાં બદામળીબાગ ખાતે આવેલા સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની બાજુમાં પાલિકા દ્વારા ફાયરબ્રિગેડની બિલ્ડિંગ બનાવવાનું આયોજન છે. બાગની 6 હજાર ફૂટ જગ્યામાં ફાયરબ્રિગેડનાં વાહનો મૂકાશે અને બિલ્ડિંગના પહેલા માળે આર્ટ ગેલેરીનું નિર્માણ કરાશે, તેવી જાહેરાત મેયર દ્વારા કરવામાં આવી છે. જેને પગલે 5 વર્ષથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો હતો.
આ પણ વાંચો:કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ આંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 6નાં મોત
આપને જણાવી જઈએ કે, વર્ષ 2016માં પાલિકા દ્વારા આર્ટ ગેલેરી તોડી પડાતાં કલાનગરીના કલાકારોએ ભારે વિરોધ કર્યો હતો. તે પછી કલાકારો દ્વારા આર્ટ ગેલેરી બનાાવવાની સતત માગ કરીને દેખાવો પણ કરાયા હતા.
મેયર કેયુર રોકડિયાએ વોર્ડના કાઉન્સિલરો, અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો સાથે બદામળીબાગની મુલાકાત લીધી હતી. જ્યાં સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને બાજુમાં રમત-ગમતના સાધનોવાળી જગ્યાએ પાલિકા દ્વારા ફાયરબ્રિગેડ માટે ઇમારત બનાવવાનું નક્કી કરાયું છે.
મેયરે જણાવ્યું હતું કે, દાંડિયા બજાર ચાર રસ્તા પરની ફાયર બ્રિગેડની ઇમારત દૂર કર્યા બાદ ફાયર બ્રિગેડના જવાનો ખુલ્લામાં કામગીરી કરી રહ્યા છે અને વાહનો પણ ખુલ્લામાં પાર્ક છે.જેને ધ્યાને રાખી સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ની બાજુમાં આવેલી બાગની 6 હજાર ચોરસ ફૂટ જગ્યામાં ફાયર બ્રિગેડની ઇમારત ઊભી કરાશે. જેમાં નીચેના ભાગે ફાયર વિભાગનાં વાહનો મૂકવામાં આવનાર છે. જ્યારે પહેલા માળે આર્ટ ગેલેરી બનાવવાનું આયોજન છે. આ ઈમારતના બીજા માળથી ઉપર ફાયરબ્રિગેડના જવાનો માટે આવાસો બનાવાશે, જેની ડિઝાઇન તૈયાર કરાઈ છે. આ સિવાય નજીકથી પસાર થતી વરસાદી કાંસ પર સ્લેબ ભરી ત્યાં વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે.
જે તે સમયે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવતી વેળાએ સ્થાનિક લોકોએ બાગ વિશે ચિંતા દર્શાવી વિરોધ કર્યો હતો. ત્યારે હવે પાલિકા બાગની વધુ 6 હજાર ચોરસ ફૂટ જગ્યા લઈ તેના પર ઇમારત બાંધવાની છે.
આ પણ વાંચો:ઉત્તરપ્રદેશમાં આજે અમિતશાહ ભાજપનું ચૂંટણી ઢંઢેરો બહાર પાડશે
આ પણ વાંચો:મહાભારતમાં ભીમનું પાત્ર ભજવનાર પ્રવીણ કુમાર સોબતીનું નિધન, ઝઝૂમી રહ્યા હતા આર્થિક તંગી
