અમદાવાદ/ યુવતીના 10 વર્ષ નાના યુવક સાથે બંધાયા સંબંધ, પછી જે થયું

આજના કળયુગમાં ઘણી બધી પ્રેમ પ્રકરણની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં મહિલાઓ પોતાના કરતા નાના યુવકો સાથે શરીર સંબંધ માનતી હોય છે.

Ahmedabad Gujarat

આજના કળયુગમાં ઘણી બધી પ્રેમ પ્રકરણની ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં મહિલાઓ પોતાના કરતા નાના યુવકો સાથે શરીર સંબંધ માનતી હોય છે. આ જ રીતે અમદાવાદ શહેરના ચાંદખેડામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં આ વિસ્તારમાં પરણિત યુવતીને પાડોશમાં રહેતા 10 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ, એક પરણિત યુવતીને તેના કરતા 10 વર્ષ નાના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જેમાં તેઓ છેલ્લા 3 મહિનાથી પ્રેમસંબંધ બાંધતા હતા. ત્યારબાદ પત્નીએ ખૂદ પ્રેમીને ફોન કરીને પતિને આપી દીધો હતો અને પ્રેમીને કહીને પ્રેમપ્રકરણનો ભાંડો ફોડી નાંખ્યો હતો.

આ સમયમાં ગત રવિવારે પત્નીએ પતિને કહ્યું હતું કે, મારે તમારી સાથે રહેવું નથી. મારે પાડોશમાં રહેતા યુવક સાથે અફેર છે. તેમજ છેલ્લા ત્રણ મહિનાથી અફેર હોવાનો ખુલાસો કર્યો હતો. બીજી તરફ તે જ સમયે પ્રેમી છરી લઈને આવી ગયો હતો અને ગાળાગાળી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો. તેમજ પ્રેમિકાના પતિને પગના ભાગે છરીના ઘા મારી દીધા હતા. જોકે, આ ઘટના પછી પતિએ પત્નીના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.