એરલાઇન્સ ગોએરે (GoAir) તેના સમર સેલની જાહેરાત કરી હતી. લોકોને પોષણક્ષમ દરે હવાઇયાત્રા કરાવવા માટે આ યોજનાનું બૂકિંગ 22 માર્ચ 2021થી શરૂ થઇ ગયું છે, જે 26 માર્ચ 2021 સુધી ચાલશે. આ ઓફરમાં જ્યારે ફ્લાઇટ બૂકિંગનો સમયગાળો ફક્ત પાંચ દિવસનો હશે, ત્યારે મુસાફરીનો સમયગાળો 22 માર્ચથી 30 જૂન સુધીનો રહેશે અને આ સમયગાળા દરમિયાન મુસાફરોને વિશેષ સુવિધા આપવામાં આવશે.

એરલાઇન્સ ગોએર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર ગ્રાહકોની જરૂરિયાતોનું વિશ્લેષણ કર્યા પછી આ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. એરલાઇન્સે કહ્યું કે આ સુવિધાઓમાં સૌથી પહેલી અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે મુસાફરો જે સામાન સાથે રાખે છે તેનું વજન નક્કી કરેલા વજન કરતા 5 કિલો વધારે રાખી શકે છે. આ માટે તેઓએ કોઈ વધારાની ફી ચૂકવવાની રહેશે નહીં.
જો ટિકિટની તારીખમાં સુધારો કરવામાં આવે તો પણ તેનો લાભ મળશે અને કોઈ ફી ભરવાની રહેશે નહીં.
એવું જોવા મળ્યું છે કે ગ્રાહકોને વધારે સામાનના વધારાના પૈસા ચુકવવા પડે છે અને આ સિઝનમાં તેમના માટે વધારાનો સામાન લઇ જવાનો એક સારો વિકલ્પ છે.

એરલાઇનના જણાવ્યા અનુસાર ગ્રાહકોને સુવિધા પણ આપવામાં આવશે કે જો તેઓ તેમની ટિકિટમાં તારીખમાં ફેરફાર કરવા માંગતા હોય તો તેમને લાભ મળશે અને તેઓએ આ માટે કોઈ ફી ચૂકવવી પડશે નહીં.
સર્વિસ ચાર્જ માફ કરવામાં આવશે
આ સુવિધા સન્માનિત ગ્રાહકોને તેમની ઉનાળાની સફરની યોજના અને ફરી મુલાકાત લેવા માટે સક્ષમ બનાવશે.
આ ઉપરાંત એરલાઇને તે ગ્રાહકો માટે સુવિધા ફી માફ કરી છે જે એરલાઇનની તમામ ડાયરેક્ટ ચેનલો દ્વારા ટિકિટ બૂક કરે છે.
