Business News/ કિંમતી ધાતુઓમાં નરમ વલણ: સોના-ચાંદીમાં ધીમો ઘટાડો, ક્રૂડ તેલ ગબડ્યું અને પ્લેટિનમ $1600 ની અંદર સરક્યું

યુએસ ફેડરલ રિઝર્વની બેઠક પહેલા સોના-ચાંદી (Gold-SILVER)અને ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ જોવા મળી છે. પ્લેટિનમ $1600 ની નીચે સરક્યું છે જ્યારે જાપાનીઝ યેન 40 વર્ષની નીચલી સપાટીએ પહોંચી ગયું છે.

Business
Retreat in gold-silver prices

યુએસ ફેડરલ રિઝર્વની આગામી નિર્ણાયક બેઠક પહેલા વૈશ્વિક સહિત સ્થાનિક બજારોમાં સુસ્તીનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈ ઝવેરી બજાર (gold-silver)માં શનિવારના બંધ બજારે પણ કિંમતી ધાતુઓના ભાવમાં હળવો ઘટાડો નોંધાયો હતો. આ તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવ પણ ઊંચા મથાળેથી નીચે આવ્યા છે. બજારના તમામ મોટા રોકાણકારોની નજર હવે અમેરિકાની આગામી નાણાકીય નીતિઓ પર ટકેલી છે.

US ફેડરલ રિઝર્વની બેઠક પર વિશ્વ બજારની નજર

અમેરિકામાં 28 અને 29 જુલાઈએ યોજાનારી ફેડરલ રિઝર્વની મિટિંગ પર વૈશ્વિક વેપારીઓની નજર મંડાયેલી છે. અમેરિકામાં મોંઘવારીનો દર ઊંચા સ્તરે હોવાથી વ્યાજદરમાં કેવા ફેરફારો કરવામાં આવશે તે અંગે સસ્પેન્સ છે.

વૈશ્વિક બજારમાં સોનાના ભાવ પ્રતિ ઔંસ 4051 ડોલરથી સામાન્ય સુધારા સાથે 4052-4053 ડોલર આસપાસ ક્લોઝ થયા હતા. જ્યારે ચાંદીના ભાવ ઘટીને 58.17-58.18 ડોલર પર અટક્યા હતા. ગ્લોબલ ડોલર ઈન્ડેક્સ 101.25ના નીચલા સ્તરેથી વધીને 101.47 પર પહોંચ્યો હતો.

 સ્થાનિક બજારોમાં સોના-ચાંદીના તાજા દરો

અમદાવાદ અને મુંબઈના ઝવેરી બજારોમાં ભાવમાં પીછેહઠ જોવા મળી હતી:

અમદાવાદ સોનું (995): 1,48,200  (પ્રતિ 10 ગ્રામ)

અમદાવાદ સોનું (999):  1,48,500  (પ્રતિ 10 ગ્રામ)

અમદાવાદ ચાંદી: 2,23,000  (પ્રતિ કિલો)

મુંબઈ સોનું (GST વગર): 200 ઘટીને 1,43,600 (999)  અને 1,43,000 (995)

મુંબઈ ચાંદી (GST વગર): 250 ઘટીને 2,22,500  (પ્રતિ કિલો)

ક્રૂડ તેલમાં નરમાઈ, પરંતુ જીઓપોલિટિક્સના કારણે તણાવ યથાવત

વૈશ્વિક માર્કેટમાં ક્રૂડ ઓઇલ સતત ઘટી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ 97.80 ડોલરથી ગબડીને 95.13 ની નીચી સપાટી સ્પર્શ્યા બાદ 96.78 ડોલર પર બંધ રહ્યું હતું. જ્યારે યુએસ ક્રૂડ 87.68 ડોલરનો નીચલો સ્તર બતાવીને 89.31 ડોલર પર પહોંચ્યું હતું.

બીજી તરફ, યુક્રેન દ્વારા રશિયન તેલ રિફાઇનરીઓ પર હુમલા કરાતા આગામી સપ્તાહે ક્રૂડના ભાવ ફરી ઊંચકાય તેવી શક્યતા છે. ઈરાન અને યુએસ વચ્ચેની મધ્યસ્થતા માટે પાકિસ્તાને પ્રયાસો શરૂ કર્યા છે, જેને ચીનનું સમર્થન પ્રાપ્ત થયું છે.

 અન્ય ધાતુઓ અને કરન્સી માર્કેટનો હાલ

પ્લેટિનમ: ઔંસદીઠ 1593 ડોલર પર સરકીને 1600 ની અંદર આવ્યું.

પેલેડિયમ: ઔંસદીઠ 1246 થી 1247 ડોલર વચ્ચે રહ્યું.

કોપર: આંતરરાષ્ટ્રીય સ્તરે 0.22% નો મામૂલી સુધારો.

જાપાની યેન: ડોલર સામે જાપાનની કરન્સીમાં આ સપ્તાહે પાછલા બે મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે યેન ગબડીને 40 વર્ષના તળિયે પહોંચી ગયું છે.


આ પણ વાંચો : પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધ તણાવથી શિપિંગ ભાડાં બમણાં; ભારતીય નિકાસકારો અને વેપાર ક્ષેત્રે મોટું સંકટ

આ પણ વાંચો : 917 પોઈન્ટના પ્રચંડ કડાકા બાદ સંભાળાયું શેરબજાર; સેન્સેક્સ 332 પોઈન્ટ ઘટીને 76391 પર બંધ, નિફ્ટીમાં પણ નરમ વલણ

આ પણ વાંચો : શેરબજારમાં ધબડકો,સેન્સેક્સ 364 પોઈન્ટ તૂટ્યો, ક્રૂડ ઓઈલના ભડકાથી રોકાણકારોના નાણા ધોવાયા