બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર હવે પતિ-પત્ની બની ગયા છે. 14 એપ્રિલે લગ્ન કર્યા બાદ બંનેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં, આલિયા ભટ્ટે ફરી એકવાર દુલ્હનના રૂપમાં તેના લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીરો શેર કરી છે. આ ફોટામાં, આલિયા ભટ્ટ સાથે તેનો નજીકનો એક મિત્ર પણ જોવા મળ્યો છે, જેને અભિનેત્રી તેના સાસરીમાં સાથે લઈ આવી છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
આલિયા-રણબીરના લગ્નને એક અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હનીમૂન પર જવાને બદલે બંનેએ પોતાના કામ પર પાછા ફરવાનું નક્કી કર્યું. જ્યારે રણબીર મનાલીમાં ફિલ્મ ‘એનિમલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે, તો આલિયા ભટ્ટ પણ તેના આગામી પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આ દરમિયાન, તેણે ઇન્સ્ટાગ્રામ પર લગ્નની કેટલીક અદ્રશ્ય તસવીરો શેર કરી, જેમાં દુલ્હન ખૂબ જ ખુશ અને સુંદર દેખાઈ રહી છે.
https://www.instagram.com/p/Ccr_L2DrdMo/?utm_source=ig_embed&ig_rid=5bbc2622-e29a-4d53-a3b3-79bbcb9c7dd9
લગ્ન પછી પતિના ઘરે રહેતી આલિયા પોતાના પાલતુ ડોગને પણ સાથે લઈ ગઈ છે. તેના પેટનું નામ ‘એડવર્ડ’ છે, જે ફોટો સામે આવ્યો છે તેમાં ડોગી આલિયાના ખોળામાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર એડવર્ડ સાથે આલિયાની ઘણી તસવીરો છે. આ પેટ તેના હૃદયની ખૂબ નજીક છે. આલિયાના ફેન્સ સામે આવેલી તસવીરો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે આલિયાએ તેના લગ્નમાં સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલી સફેદ સાડી પહેરી હતી. આ સિવાય તેણે ગોલ્ડન જ્વેલરી પણ પહેરી હતી. આ પહેલા પણ આલિયા-રણબીરના લગ્નની ઘણી તસવીરો સામે આવી ચુકી છે.
આ પણ વાંચો:ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ કસ્ટડીમાં, કોંગ્રેસે પોલીસ સ્ટેશન બહાર કર્યો વિરોધ

