અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમ્પસમાં જુગાર રમતા કોર્પોરેશનના 4 કર્મચારી સહિત કુલ 7 ઝડપાયા હોવાની વિગત પર્પત થઈ રહી છે.
કોર્પોરેશનના કોટ પાસે અંધારામાં છેલ્લા 8 દિવસથી જુગાર રમતો હોવાની બાતમી કરંજ પોલીસને મળી હતી.આજે ડિસ્ટફ પીએસઆઇ મકરાણીએ છટકું ગઠવીને 7 લોકોને તીન પત્તિનો જુગાર રમતા ઝડપી લીધા છે.જેમાં 4 આરોપી કોર્પોરેશનના કર્મચારી છે જ્યારે બીજા આરોપીઓ ત્યાં જુગાર રમવા આવ્યા હતા.પોલીસે 24000 મુદ્દામાલ કબજે કર્યો છે.
હાલ આ પ્રકરણમાં પોલીસ ફરિયાદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન જેવા સ્થળ પરથી જુગારધામ પકડાતો હોય તો આનાથી શરમજનક ઘટના શું હોય શકે છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર , પકડાયેલા આરોપીઓ છેલ્લા એક અઠવાડિયાથી બિન્દાસ્ત પણે કોર્પોરેશનના કમ્પાઉન્ડમાં જુગાર રમી રહ્યા હતા. પોલીસે બાતમીના આધારે તમામની ધરપકડ કરી છે. હવે, જોવાનું એ છે કે આ તમામ આરોપીઓની સામે પોલીસ શું કાર્યવાહી કરે છે અને કોર્પોરેશનમાં કામ કરતાં ચાર ઇસમો કે જે જુગારધામમાં પકડાયા છે તેમની વિરુદ્ધમાં ઉચ્ચઅધિકારીઓ આગામી દિવસોમાં શું નિર્ણય લેશે તે જોવાનું રહ્યું.
