અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સત્તાધીશોએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બીયુ પરમિશન વગર ધમધમતા બે કોમ્પ્લેક્ષને સીલ મારી દીધા છે. પાલિકાનો દાવો છે કે પાલડી ચાર રસ્તા પાસેનું શેફાલી કોમર્શિયલે સેન્ટર અને નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસેનું યુનિવર્સિટી પ્લાઝા નોટિસો આપ્યા છતાં વર્ષોથી બિનઅધિકૃત રીતે વપરાશમાં લેવાતા હતા. તેથી તેના પર કોર્પોરેશના સીલ મારવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગત મુજબ AMCના અધિકારીઓ ગઇકાલે રવિવારે મોડી રાત્રે આ વિસ્તારમાં ત્રાટક્યા હતા અને બંને ધંધાકીય કોમ્પ્લેક્ષને સીલ મારી દીધા હતા. જેમાં પાલડી શેફાલી કોમર્શિયલ સેન્ટરમાં 18 યુનિટ માં આવેલ દુકાનો અને ઓફિસો આવેલી છે. જ્યારે નવરંગપુરા યુનિવર્સિટી પ્લાઝામાં 68 યુનિટ આવેલા છે.
બિલ્ડરે બીયુ પરમિશન ઇમારતોનો ગેરકાયદે ઉપયોગ શર કરી દેતા અહીંની તમામ દુકાનો અને ઓફિસો બંધ થઇ ગઇ છે. જેથી તેના દુકાનદારો અને વ્યવસાયીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
AMC દ્વ્રારા મારવામાં આવેલા સીલમાં જણાવવામાં આવ્યું છે કે મહાનગર પાલિકાના હદ વિસ્તારમાં કોર્પોરેશનની વિવિધ કલમો હેઠળ મંજૂરી મેળવી શહેરમાં બાંધકામ કરાય છે. જેનો ઉપયોગ કરતા પહેલાં મ્યુ. કોર્પોરેશનની બાંધકામના વપરાશની પરવાનગી મેળવવી પડે છે.
