Patan News/ પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકી

પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા કઠોળના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે.

Gujarat Others Breaking News

Patan News: પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ધોધમાર વરસાદથી ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા કઠોળના પાકને નુકસાનની ભીતિ સર્જાઈ છે. રાધનપુર પંથકના ગામોમાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં અડદ અને મગ સહીત 16000 હેક્ટરમાં કઠોળના પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ભારે પડેલા વરસાદમા ખેતરોમા પાણી ભરાઈ જતાં કઠોળ પાણીમાં ડૂબી ગયો તો કેટલોક પાક ઉભો સડી ગયો ત્યારે રાધનપુરના ચલવાડા ગામના ખેડુતોએ રાધનપુર મામલતદારને આવેદન પાત્ર આપી ખેતરોમાંથી પાણીનો નિકાલ કરી સર્વે કરી સરકાર પાસે સહાયની માગ કરી છે.

રાધનપુર તાલુકાના ચલવાડા ગામના ખેડૂતોએ રાધનપુર મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજુવાત કરી છે કે, રાધનપુર તાલુકામા ભારે થી અતિભારે વરસાદ વરસ્યો છે જેને લઈને ચલવાડા ગામના ખેતરોમાં હજુ પણ પાણી ભરાઈ રહ્યા છે જેથી ખેડૂતોની હાલત ખરાબ થઇ છે.

રાધનપુર તાલુકાના ચલવડા ગામના ખેતરોમા વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખેતરમાં રહેતા ખેડૂતો ને બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. જયારે ખેતરોમાં રહેતા ખેડૂત પરિવારના બાળકોને શાળાએ જવું પણ મુશ્કેલ બન્યું છે.

ચલવાડા ગામના ખેડૂતોએ રાધનપુર મામલતદાર ને આવેદન પત્ર આપી ચલવાડા ગામના ખેતરોમાં ભરાઈ રહેલ વરસાદી પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવા ગ્રામજનોએ માંગ કરી છે. તેઓનું કહેવું છે કે તંત્રએ પાણી ભરાવવાની તકલીફનો તંત્ર ત્વરિત નિકાલ નહીં કરે તો રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. આ સંજોગોમાં વહેલામાં વહેલી તકે આ સમસ્યાનો નિકાલ આવે તે જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિજાપુર તાલુકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા અનેક ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોના ખેતરો માં પાણી ભરાયા

આ પણ વાંચો: રાજકોટમાં 15-15 ફૂટ પાણી ભરાયા, બે હજારથી વધુ લોકોને બચાવાયા

આ પણ વાંચો: પાણી ભરાયા ન હોત તો મારો પુત્ર જીવતો હોત’