વોશિંગ્ટન/ 2024 પહેલા અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઇ જશેઃ ડોનાલ્ડ ટ્રમ્પ

છેલ્લા આઠ મહિનામાં દેશ ખરાબ રીતે નીચે જઈ રહ્યો છે અને જો આ સ્થિતિ ચાલુ રહી તો 2024 સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. 

Top Stories World

અમેરિકાનાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે ઉચ્ચ પદ પરથી હટી ગયા છે પરંતુ આજે પણ તેઓ હેડલાઇન્સમાં બની રહે છે. તેઓ આજે પણ પોતાના બેબાક અને બેફામ નિવેદન આપવામાં પાછી પાની નથી કરી રહ્યા. તાજેતરમાં એકવાર ફરી તેમણે એક નિવેદન આપતા ભવિષ્યવાણી કરી છે.

આ પણ વાંચો – 100 Influential Personalities World / ટાઈમ મેગેઝિને જાહેર કરી દુનિયાની 100 પ્રભાવશાળી લોકોની લીસ્ટ

ટ્રમ્પે ભવિષ્યવાણી કરતા કહ્યુ છે કે, 2024 સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. મંગળવારે એક અમેરિકન ટીવી ચેનલ સાથે વાત કરતા પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, છેલ્લા આઠ મહિનામાં દેશ ખરાબ રીતે નીચે જઈ રહ્યો છે અને જો આ સ્થિતિ ચાલુ રહી તો 2024 સુધીમાં અમેરિકા સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈન્ટરવ્યુ દરમિયાન સંકેત આપ્યો છે કે, તેઓ 2024 માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેશે. જો કે તેમણે કહ્યું છે કે, 2024 પહેલા દેશ સંપૂર્ણપણે બરબાદ થઈ જશે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિએ વ્હાઇટ હાઉસનાં ભૂતપૂર્વ પ્રેસ સેક્રેટરી સીન સ્પાઇસર સાથે ન્યૂઝમેક્સ ઇન્ટરવ્યુ દરમિયાન અમેરિકાનાં સંપૂર્ણ પતનની આગાહી કરી છે. અમેરિકામાં વિનાશની આગાહી કરતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરિયાદ કરી હતી કે, “આપણો દેશ છેલ્લા આઠ મહિનામાં ખરેખર નીચે ચાલ્યો ગયો છે જેવુ પહેલા ક્યારેય કોઈએ જોયુ નથી.”

આ પણ વાંચો – Political / ધરખમ ફેરફાર, મંત્રીમંડળમાં 24 નવા ચહેરાઓએ લીધા શપથ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘તમે આ પહેલા 22 અને 24 ની આવનારી ચૂંટણીઓમાં જાઓ તે પહેલાં આપણી પાસે કોઈ દેશ રહેશે નહીં.” તેમણે કહ્યુ કે, ચૂંટણીમાં ધાંધલ ધમાલ થઈ હતી, અને તમે જોજો ત્રણ વર્ષમાં આપણી પાસે કોઈ દેશ બાકી રહેશે નહીં, હું તમને બતાવીશ.” સ્પાઇસરે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે, શું ટ્રમ્પ સંભવિત રાષ્ટ્રવ્યાપી સર્વનાશ હોવા છતાં 2024 માં ચૂંટણી લડશે. ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રશ્ન પર સીધી ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ કહ્યુ કે, સ્પાઇસર અને “અન્ય ઘણા લોકો કે જેઓ આપણા દેશને પ્રેમ કરે છે તેઓ ખૂબ ખુશ થશે.” ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં નક્કી કરશે કે તેઓ ચૂંટણી લડશે કે નહીં. પરંતુ, આ સાથે તેમણે ઉમેર્યું કે “તેનાથી બાબતો વધુ જટિલ બનશે, પરંતુ હું કહેવા માંગુ છું કે જો આવું થશે તો દેશ ફરી એકવાર સુધારા તરફ આગળ વધશે.” આપને જણાવી દઈએ કે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ જોશે કે તેમની રિપબ્લિકન પાર્ટી 2022 માં યોજાનારી ચૂંટણી દરમિયાન કેવું પ્રદર્શન કરે છે, તે પછી તેઓ 2024 માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નિર્ણય લેશે.