Vaccine/ અમેરિકન વેક્સિન નિર્માતા કંપની મૉડર્નાનો દાવો, કોરોનાના નવા સ્ટ્રેન સામે વેક્સિન સંપૂર્ણ અસરકારક

અમેરિકન વેક્સિન નિર્માતા કંપની મૉડર્નાનો દાવો, કોરોનાના નવા સ્ટ્રેન સામે વેક્સિન સંપૂર્ણ અસરકારક

Top Stories Health & Fitness World

ફરી એક વખત દુનિયા પર કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ દુનિયાની ચિંતા વધી ગઇ છે. આ નવા સ્ટ્રેનના કારણે લોકોના ડરમાં વધારો થયો છે તેમજ અનેક પ્રકારના સવાલો પણ થઇ રહ્યા છે. અનેક કંપનીઓએ કોરોનાની વેક્સિન બનાવી રહી છે ત્યારે કોની વેક્સિન વધુ અસરકાર રહેશે અને આ વેક્સિનની અસર આ નવા સ્ટ્રેન સામે પણ અસરકારક રહેશે તેવો કોણે દાવો કર્યો છે આવો જાણીએ.

Coronavirus vaccine current status / COVID-19 vaccine latest news update:  Oxford vaccine failed in animal trials; here is what happened

  • નવા સ્ટ્રેન સામે વેક્સિન કેટલી અસરકારક?
  • બ્રિટનમાં મળ્યા કોરોનાના નવા સ્ટ્રેન
  • નવા સ્ટ્રેનને કારણે લોકોમાં ડર
  • કોરોનાની વેક્સિનની આશામાં છે વિશ્વના લોકો
  • પરંતુ હવે બની રહેલી વેક્સિન નવા સ્ટ્રેન સામે લડી શકશે ?

દેશ વિદેશમાં હજુ કોરોના વાયરસનું સંક્રમણ ઘટયુ નથી અને હજુ ઘણાં દેશોમાં પણ કોરોનાનું સંક્રમણ પગપસેરો કરી રહ્યું  છે, ત્યારે હવે યુરોપીન દેશોમાં કોરોના વાયરસની નવી સ્ટ્રેન જોવા મળી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાનું આ નવું સ્વરૂપ એટલા માટે ખતરનાક છે. કેમ કે મ્યૂટેશનના કારણે આ વાયરસે શરીરની કોશિકાઓમાં ચોંટવાની પોતાની શક્તિને વધારી દીધી છે. કોઈપણ વાયરસ તેના સ્પાઈક પ્રોટીનની મદદથી શરીરની કોશિકાઓ સાથે ચોંટે છે. કોરોના વાયરસની તસવીરોમાં તેની આસપાસ કાંટા જેવી આકૃતિ સર્જાય છે. તેને જ સ્પાઈક પ્રોટીન કહેવામાં આવે છે. કોરોનાના નવા વર્ઝન પર શોધ કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે તેના આ કાંટા પહેલાથી વધારે ઘાતક થઈ ગયા છે અને તે કોશિકાઓ પર વધારે ઘાતક પ્રહાર કરવામાં સક્ષમ છે. આ નવા સ્ટ્રેનનો ફેલાવો સામન્ય કોરોના વાયરસ કરતા 70 ગણો વધારે છે. ત્યારે આ નવા સ્ટ્રેનથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Moderna vaccine shipments begin as US reels under Covid surge | World news  | The Guardian

  • અમેરિકામાં મૉડર્નાની વેક્સિનને ઈમરજન્સીમાં ઉપયોગની મંજૂરી
  • મૉડર્નાએ નવા સ્ટ્રેન સામે વેક્સિનની ટેસ્ટિંગની યોજના બનાવી
  • મૉડર્નાના દાવાથી ડરના માહોલ વચ્ચે આશા જાગી

અમેરિકાની વેક્સિન નિર્માતા કંપની મૉડર્નાએ દાવો કર્યો છે કે તેમણે વિકસિત કરેલી કોરોના વેક્સિન બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ સંપૂર્ણ રીતે પ્રભાવશાળી છે.જેને અમેરિકાને લોકોને આપવાની શરુઆત પણ થઇ ગઇ છે. પોતાના એક નિવેદનમાં મૉડેર્નાએ કહ્યું કે તે કોરોનાના આ નવા સ્ટ્રેન સામે પોતાની વેક્સિનના ટેસ્ટીંગની યોજના બનાવી રહી છે. કંપનીએ જણાવ્યું કે તેમને આશા છે કે તેમની આ વેક્સિન કે જેને હાલમાં જ અમેરિકામાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી છે, તે આ નવા સ્ટ્રેન સામે પણ અસરકારક છે. મૉડર્ના કંપની પોતાની વેક્સિનને ચકાસવા માટે નજીકના સમયમાં જ એડિશનલ ટેસ્ટિંગ કરશે.બ્રિટનમાં મળેલા કોરોના નવા સ્ટ્રેનને કારણે ઉભા થયેલા ડરના માહોલ વચ્ચે આ સમાચાર આશા જગાવનારા છે. ફાઇઝરની વેક્સિનનની જેમ જ મોડર્નાની વેક્સિનને પણ ઓછા તાપમાન ઉપર સ્ટોર કરવી પડે છે. ટેસ્ટીંગની અંદર આ વેક્સિનની અસરકારતા 94 ટકા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

Canada Approves Moderna As Second COVID-19 Vaccine

મહત્વપૂર્ણ છે કે, ભારતમાં હાલ કોરોના નવા સ્ટ્રેન જોવા મળ્યા નથી . આરોગ્ય મંત્રાલયે હતું  કહ્યું કે, “યુકેમાં વાયરસના પરિવર્તનમાં જોવા મળ્યું છે કે તે એક બીજામાં વધુ ચેપ ફેલાવે છે. તે એક સુપર સ્પ્રેડર બની રહ્યું છે પરંતુ તે પણ જોવામાં આવ્યું છે કે તેનાથી ગંભીરતા અથવા હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ વધ્યું નથી. પરિવર્તનોમાં વાયરસમાં બદલાવ આવે છે, આવા ઘણા વાયરસનો સ્વભાવ છે, જે ખૂબ મહત્વનું નથી.

India / ચાલુ વર્ષે પીએમ મોદી ન ગયા વિદેશ પ્રવાસે, અગાઉ વર્ષદીઠ કર્યા…

Bollywood / કોરોનાની અસર ન હોત તો મેં અને આલિયાએ લગ્ન કરી લીધા હોત : રણબ…

Morbi / પતિ-પત્નીના ઝઘડામાં વચ્ચે પડ્યો દિયર, ભાભીને ઉતારી મોતને ઘાટ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો