ગુજરાત રાજ્યમાં અવિરત મેઘ મહેર હવે કહેર સર્જી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી અનેક જીલ્લામાં પૂરની પરિસ્થિતી છે. નવસારીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી ખાતે પૂરના પાણી અનેક ઘરોમાં ઘૂસી ગયા હતા. જેમાં એક વૃધ્ધાનું મોત થયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીમાં અચાનક પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. અને પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. પુરના પાણી ઉતર્યા બાદ કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં પુરના પાણી ઓસર્યા બાદ એક વૃદ્ધ મહિલાનો મૃતહેદ મળી આવ્યો હતો. અચાનક જ શહેરમાં પુરનું પાણી આવી જતા ઘરમાં પાણી ભરાઈ જતા વૃધ્ધ માજી બહાર નિકળી શક્યા નહોતા. અને જેના કારણે વૃદ્ધ મહિલાનું મોત થયું હતું. પુરના પાણી ઓસરતામહિલાનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
નવસારી શહેરના વોર્ડ નંબર 13 અને બાલાપીર દરગાહ ની પાછળ રહેતી વૃદ્ધાનું પૂરના પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. ઘરમાં પાણી ભરાઈ જતા માજી ઘરની બહાર નીકળી શક્યા ના હતા. અને બાજુમાં આવેલ કુદરતી કાશ માં માજી ડૂબ્યા હતા. વહેલી સવારે પાણી ઓસર્યા બાદ માજીનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક વૃધ્ધાનું નામ લખીબેન છગનભાઈ રાઠોડ જાણવા મળ્યું છે. વૃધ્ધ મહિલાના મોતથી પરિવારજ્નોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
જો કે હજુ પણ આગામી 15 તારીખ સુધી દક્ષિણ ગુજરાતનાં અનેક જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને સુરત જિલ્લા કલેક્ટ દ્વારા આ અંગે ટ્વિટ માહિતી આપવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લાને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Stock Market / બજાર ખુલતાની સાથે જ IT સ્ટોક્સ વેરવિખેર… TCS, Wipro, Infosys સહિત Airtel પણ ઘટ્યા
