Delhi/ અનુરાગ સિંહ ઠાકુરે વર્ચ્યુઅલ માધ્યમથી ‘Fit India Freedom Run 2.0’ નું કર્યું ઉદ્ઘાટન

રમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે વર્ચ્યુઅલ માધ્યમથી નવી દિલ્હીમાં Fit India Freedom Run 2.0 લોન્ચ કર્યું છે. યુવા કાર્યક્રમો અને રમત મંત્રાલય આઝાદી નો અમૃત મહોત્સવ- India@75 ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં Fit India Freedom Run 2.0 નું આયોજન કરી રહ્યું છે.

Top Stories India

યુવા કાર્યક્રમો અને રમત મંત્રાલય આઝાદી નો અમૃત મહોત્સવ- India@75 ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં Fit India Freedom Run 2.0 નું આયોજન કરી રહ્યું છે. રમત મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે વર્ચ્યુઅલ માધ્યમથી નવી દિલ્હીમાં Fit India Freedom Run 2.0 લોન્ચ કર્યું છે.

આ પણ વાંચો – સાવધાન! / ન્યૂયોર્કમાં એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ જેટલો મોટો એસ્ટરોઇડ ધરતી પર ત્રાટકશે, જાણો ક્યારે

બીએસએફ, સીઆરપીએફ, રેલવે, એનવાયકેએસ, આઈટીબીપી, એનએસજી, એસએસબી જેવી સંસ્થાઓ દેશભરનાં મુખ્ય સ્થળોથી વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા. આજે તેના લોન્ચિંગ પ્રસંગે દેશનાં વિવિધ ઐતિહાસિક સ્થળોએ 75 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, Fit India Freedom Run 2.0 નું આયોજન આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત 2 જી ઓક્ટોબર 2021 સુધી દરેક જિલ્લાનાં 75 જિલ્લાઓ અને 75 ગામોમાં દર અઠવાડિયે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. Fit India Freedom Run 2.0 નો 744 જિલ્લાઓ, 744 જિલ્લાઓમાંનાં 75 ગામો અને દેશભરમાં 30,000 શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત કરવામાં આવશે. આ પહેલ દ્વારા, 7.50 કરોડથી વધુ યુવાનો અને નાગરિકો દોડમાં ભાગ લેવા પહોંચશે.

આ પણ વાંચો – મેઘાનું તાંડવ / ચીનમાં ભારે વરસાદનાં કારણે સર્જાયા ભયાનક દ્રશ્યો, મોટી સંખ્યામાં લોકોનાં મોત

Fit India Freedom Run 2.0 13 ઓગસ્ટ, 2021 થી 2 ઓક્ટોબર, 2021 સુધી ચાલશે. તેનો ઉદ્દેશ લોકોને દોડ અને દૈનિક જીવનની રમતો જેવી આરોગ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવુ અને સ્થૂળતા, આળસ, તણાવ, ચિંતા, રોગો વગેરેથી છુટકારો મેળવવો છે. આ અભિયાન “ફિટનેસ કી ડોઝ આધા ઘંટા રોઝ” દ્વારા નાગરિકોને તેમના જીવનમાં દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ કરવાની પ્રતિજ્ઞા લેવા માટે કહેવામાં આવશે. Fit India Freedom Run 2.0 ની મુખ્ય પ્રવૃત્તિઓમાં સંકલ્પ, રાષ્ટ્રગીત, ફ્રીડમ રન, વિવિધ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો, ભાગીદારી માટે યુવા સ્વયંસેવકોને સંવેદનશીલ બનાવવા અને તેમના સંબંધિત ગામોમાં સમાન ફ્રીડમ રનનું આયોજન કરવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો – કાબુલ / અફગાનિસ્તાનમાં તાલિબાનનાં આતંક વચ્ચે અમેરિકા પોતાના 3,000 સૈનિકો મોકલશે

આ અભિયાનની પ્રથમ આવૃત્તિ 15 ઓગસ્ટથી 2 ઓક્ટોબર, 2020 સુધી હાથ ધરવામાં આવી હતી. તેમાં કેન્દ્રિય/સશસ્ત્ર દળો, એનજીઓ, ખાનગી સંસ્થાઓ, શાળાઓ, વ્યક્તિઓ, યુવા ક્લબ સહિત કેન્દ્ર/રાજ્ય સરકારનાં વિભાગોમાંથી 5 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો હતો અને લગભગ 18 કરોડ કિલોમીટરનું અંતર કાપ્યું હતું.