પોરબંદરના રાણાવાવ નજીક સિમેન્ટ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ચિમનીની અંદર માંચડો તૂટી પડતાં અંદર કામ કરી રહેલા 6 શ્રમિકો 45 ફૂટ ઉંચેથી પટકાયા હતા.ગઈકાલે બપોરે આ ઘટના સર્જાઈ હતી. જેની જાણ થતાં જ NDRF સહિતની ટીમોએ સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં 3 શ્રમિકોના મોત થયા છે. ત્યારે 3 શ્રમિકોને કાટમાળમાંથી સલામત બહાર કઢાયા છે.
આ પણ વાંચો :પાટડીમાં અનુ.જાતિ હિત રક્ષક સમિતિ દ્વારા દિલ્હીની ઘટના સંદર્ભે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
આ મામલે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ મામલે પોરબંદર કલેકટર સાથે ટેલિફોનિક વાતચીત કરી સત્વરે રાહત અન બચાવ કામગીરી માટે સૂચના આપી હતી. આ દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક રાજ્ય સરકાર દ્વારા મદદ માટેની સૂચના આપી છે. મુખ્યમંત્રીએ એન.ડી.આર.એફ.ની 2 ટીમ પણ આ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.
પોરબંદર જિલ્લામાં સિમેન્ટ ફેક્ટરીમાં થયેલી દુર્ઘટના અંગે પોરબંદરના કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને દુર્ઘટનામાં બચાવ રાહત અને સત્વરે યોગ્ય સારવાર મળે તે માટે તાત્કાલિક મદદ માટેની સૂચના આપી છે. NDRFની 2 ટીમ પણ કામગીરીમાં મદદરૂપ થવા મોકલી આપવાની સંબંધિતોને સૂચના આપી છે.
— Vijay Rupani Memorial (@vijayrupanibjp) August 12, 2021
આ પણ વાંચો :દસાડા-વડગામ હાઇવે પરથી વિદેશી દારૂની 522 બોટલો સાથે કાર ઝડપાઇ
રાણાવાવ 2 ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેકટરી ખાતે 85 મીટરની ચીમની આવેલ છે. આ ચીમની દર વર્ષે બે વર્ષે સફાઈ કરવાની થતી હોય છે. હાલ આ ફેકટરીમાં સ્તડાઉન ચાલુ હોય અને ચીમનીમા ડસ્ટિંગ અને કોટિંગ જામી જતી હોય છે જેથી તેની સફાઈ અને કલરકામ માટે તાજેતરમાં આ ફેકટરી દ્વારા મુંબઈની સેફટી રાઈઝ કંપનીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ચીમનીની સફાઈ પૂર્ણ થયા બાદ શ્રમિકો લોખંડનો માચડો છોડવા ગયા હતા તે દરમ્યાન દુર્ઘટના ઘટતા શ્રમિકો બપોરે 3:15 કલાકે ચીમનીમા ખાબકી ગયા હતા. અને આ અંગેની જાણ થતા શ્રમિકોને બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અભિનેત્રી જુહી ચાવલાના પતિની સિમેન્ટ ફેક્ટરીમાં અકસ્માત, 6 મજુરો ફસાયા
આ દુર્ઘટનાની જાણ થતા રાણાવાવ પોલીસ ડીવાયએસપી, મામલતદાર, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયા છે. મોડી સાંજે પોરબંદર ક્લેકટર અશોક શર્મા અને એસપી ડો. રિવ મોહન સૈની પણ ઘટના સ્થળે જાત નિરીક્ષણ માટે દોડી ગયા હતા.
આ પણ વાંચો :રાજયના આ બે શહેરો માં આ વખતે પણ તાજિયાના ઝુલુસ નહી નીકળે, ધાર્મિક સ્થાન પર જ વિધી કરાશે
