Not Set/ જ્યારે રામાનંદ સાગરે કહ્યું હતું- તારા જેવો રામ નથી મળી રહ્યો, જાણો અરુણ ગોવિલની રામાયણથી રાજકારણ સુધીની સફર

આજકાલ બંગાળની ચૂંટણીમાં દરેક જગ્યાએ એક જ નારો સંભળાય છે અને તે છે જય શ્રી રામ. સમયની સાથે રામાયણ અને મહાભારત ટીવી સિરિયલના લોકપ્રિય પાત્રો ભાજપમાં જોડાતા ગયા છે. રાવણ, કૃષ્ણ, દ્રૌપદી, હનુમાન અને હવે રામ એટલે કે અરુણ ગોવિલ. અરુણ ગોવિલે દુરદર્શનની સૌથી વધુ લોકપ્રિય સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવ્યું હતું. નવાઇની વાત તો […]

Top Stories India

આજકાલ બંગાળની ચૂંટણીમાં દરેક જગ્યાએ એક જ નારો સંભળાય છે અને તે છે જય શ્રી રામ. સમયની સાથે રામાયણ અને મહાભારત ટીવી સિરિયલના લોકપ્રિય પાત્રો ભાજપમાં જોડાતા ગયા છે. રાવણ, કૃષ્ણ, દ્રૌપદી, હનુમાન અને હવે રામ એટલે કે અરુણ ગોવિલ. અરુણ ગોવિલે દુરદર્શનની સૌથી વધુ લોકપ્રિય સિરિયલ રામાયણમાં રામનું પાત્ર ભજવ્યું હતું. નવાઇની વાત તો એ છે કે કોરોના કાળમાં જ્યારે લોકડાઉન વખતે રામાયણ સીરિયલ ફરી દુરદર્શન પર પ્રસારિત થઇ ત્યારે તેણે ટીઆરપીના તમામ રેકોર્ડ ધ્વસ્ત કર્યા હતા અને લોકપ્રિયતાના માપદંડમાં નંબર વન બની હતી.

અરુણ ગોવિલ આમ તો રામાયણથી પહેલા પણ ફિલ્મોમાં કામ કરતા હતા પરંતુ રામાયણ સીરિયલે તેમને એટલી લોકપ્રિયતા અપાવી કે તેઓ દેશના કોઇપણ ખુણામાં જતા તો લોકો તેમને ભગવાન રામ માનીને પગે લાગતા હતા. અરુણ ગોવિલે પણ આવુ વિચાર્યું નહોતું કે લોકો તેમને રામ ગણીને પૂજવા લાગશે.

મેરઠમાં થયો જન્મ

અરુણ ગોવિલનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠમાં વર્ષ 1958માં થયો હતો. તેમણે શાળાકિય શિક્ષણ શાહજહાંપુરમાં લીધુ તો કૉલેજનો અભ્યાસ ચૌધરી ચરણ સિંહ યૂનિવર્સિટીમાંથી કર્યો. તેઓ એન્જિનિયર બનવા માંગતા હતા પરંતુ કિસ્મતને કંઇક બીજુ જ મંજૂર હતુ.

ભાઇના બિઝનેસમાં મદદ કરવા લાગ્યા

અરુણ ગોવિલના પિતા ચંદ્ર પ્રકાશ ગોવિલ સરકારી નોકરીમાં હતા અને તેમની ઇચ્છા હતી કે અરુણ ગોવિલ પણ આવુ જ કરે. જો કે અરુણ ગોવિલની ઇચ્છા હતી કે તેઓ કંઇક એવુ કરે કે લોકો તેમને વર્ષો સુધી યાદ કરે. તેઓ 1975માં મુંબઇ પહોંચી ગયા. જો કે ત્યારે તેઓ એક્ટીંગ કરવા નહીં પરંતુ ભાઇના બિઝનેસમાં મદદ કરવા ગયા હતા. તેઓને કામમાં મન નહોતું લાગતુ. કોલેજ દરમિયાન તેમણે નાટકોમાં કામ કર્યું હોવાથી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો.

અરુણ ગોવિલના મોટાભાઇએ તબસ્સુમ સાથે લગ્ન કર્યા હોવાથી ભાભીએ તેમની ઓળખાણ તારાચંદ બડજાત્યા સાથે કરાવી. તેઓ અરુણ ગોવિલથી એટલા ઇમ્પ્રેસ થયા કે તેમણે અરુણ ગોવિલની સાથે 3 ફિલ્મોની ડીલ કરી જેમાં પહેલી ફિલ્મ સાવન કો આને દો હતી જે બ્લોક બસ્ટર સાબિત થઇ.

રામાનંદ સાગરે બદલી ઝીંદગી

અરુણ ગોવિલે 80ના દશકમાં વિક્રમ વેતાળ અને રામાયણ જેવી સીરિયલમાં કામ કર્યું. અરુણ ગોવિલે કપિલ શર્મા શોમાં કહ્યું હતું કે શરુઆતમાં રામાનંદ સાગરે તેમને રિજેક્ટ કર્યા હતા. પરંતુ ફરિવાર જ્યારે તેઓને મળવા બોલાવ્યા ત્યારે રામાનંદ સાગરે તેમને કહ્યું કે તારા જેવો રામ નથી મળી રહ્યો.