punjab election 2022/ અરવિંદ કેજરીવાલે ધારાસભ્યોને આપી ચેતવણી, જો આવું કર્યું તો જેલમાં જવું પડશે

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના 92 ધારાસભ્યો ચૂંટણી જીતી છે. આમ આદમી પાર્ટી પર ચૂંટણી દરમિયાન આપેલા વાયદા પૂરા કરવા માટે પણ દબાણ છે.

Top Stories India
kejriwal gusse

પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત નોંધાવી છે. આમ આદમી પાર્ટીના 92 ધારાસભ્યો ચૂંટણી જીતી છે. આમ આદમી પાર્ટી પર ચૂંટણી દરમિયાન આપેલા વાયદા પૂરા કરવા માટે પણ દબાણ છે. આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ચેતવણી આપી છે કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્ય કોઈ ગેરરીતિમાં સંડોવાયેલા જોવા મળશે તો તેને જેલમાં જવું પડશે.

પંજાબમાં જોરદાર જીત બાદ કેજરીવાલ અને ભાવિ સીએમ ભગવંત માને રોડ શો કરીને પંજાબની જનતાનો આભાર માન્યો હતો. પંજાબની જનતાને આપેલા વચનો અંગે કેજરીવાલે કહ્યું કે “કેટલાક વચનો અમે તરત જ પૂરા કરીશું, પરંતુ કેટલાક વચનો પૂરા થવામાં સમય લાગી શકે છે.”

કેજરીવાલે કહ્યું, “પંજાબમાં ઈમાનદાર સરકાર બનશે અને જે લૂંટ થઈ રહી હતી તે બંધ થઈ જશે. હવે એક-એક પૈસા પંજાબના ગરીબો અને લોકો પર ખર્ચવામાં આવશે.

પંજાબના લોકોનો આભાર માનું છું

કેજરીવાલે કહ્યું, “16 માર્ચે પંજાબની આખી જનતા ભગવંત માનની સાથે મુખ્યમંત્રી બનશે. આ ક્રાંતિને આગળ વધારવી પડશે. અમે રંગીલુ પંજાબ બનાવીશું, પંજાબને હસાવતા-રમતા બનાવીશું. આખી દુનિયા માની શકતી નથી કે આટલી મોટી ક્રાંતિ આવી છે. પંજાબના લોકોએ અજાયબીઓ કરી બતાવી છે. અમે પંજાબના ત્રણ કરોડ લોકો સામે માથું નમાવીએ છીએ.”

ખુશી વ્યક્ત કરતા કેજરીવાલે કહ્યું, “પંજાબને ઘણા વર્ષો પછી પહેલીવાર ઈમાનદાર મુખ્યમંત્રી મળ્યો છે. મારા નાના ભાઈ ભગવંત માન કટ્ટર ઈમાનદાર છે. તમને ઈમાનદાર મુખ્યમંત્રી મળ્યા છે. પંજાબમાં ઈમાનદાર સરકાર બનશે.”

આ પણ વાંચો:રશિયાએ હવે ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ મૂક્યો, રશિયન સૈનિકો સામે હિંસા વધારવાનો આરોપ