Not Set/ હાલોલ બાયપાસ રોડ ઉપર આવેલા ૫ જેટલા ભંગારના ગોડાઉ વિકરાળ આગની ઝપેટમાં

હાલોલ પંથકમાં ભીષણ આગ લાગવાનો વધુ એક બનાવ પાવાગઢ બાયપાસ રોડ પર બનવા પામ્યો છે જેમાં રવિવારે વહેલી સવારે પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ ભંગારના ગોડાઉનમાં એકાએક કોઈ અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી

Gujarat

G.P.C.B.ની નજરો સામે કંપનીઓના હેઝાર્ડ વેસ્ટના ખુલ્લા વ્યાપારમાં ધમધમતા નો માહૌલ સર્જાયો.!!

ગોડાઉનમાં એકાએક કોઈ અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી

પાંચ જેટલા ગોડાઉનો આગની જ્વાળાઓથી ભસ્મીભૂત

હાલોલ પંથકમાં ભીષણ આગ લાગવાનો વધુ એક બનાવ પાવાગઢ બાયપાસ રોડ પર બનવા પામ્યો છે જેમાં રવિવારે વહેલી સવારે પાવાગઢ બાયપાસ રોડ પર આવેલ ભંગારના ગોડાઉનમાં એકાએક કોઈ અગમ્ય કારણોસર આગ લાગવા પામી હતી. જેમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસના ભંગારના ગોડાઉન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા.જેમાં પાંચ જેટલા ગોડાઉનો આગની જ્વાળાઓથી ભસ્મીભૂત થઈ જતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઉઠવા પામ્યા હતા.

આગના બનાવને લઇને સમગ્ર પાવાગઢ બાયપાસ રોડ પર અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટનાની જાણ હાલોલ ફાયર ફાઈટરને કરવામાં આવતા ફાયર ફાઈટરના જવાનો ટીમ સહિત ૪ જેટલા વાહનો સાથે ઘટના સ્થળે પહોંચીને આગને ઓલવવાની કોશિશમાં જોતરાયા હતા .

જ્યારે બનાવની જાણ થતાં હાલોલ ટાઉન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી આસપાસના કેટલાક વિસ્તારોના લોકોના જીવ પડીકે બંધાયા હતા જ્યારે આકાશમાં ઉડતા ધુમાડાના ગોટેગોટાથી લોકોમાં વધુ ભય સાથે ફફડાટ ફેલાયો હતો.

અવાર-નવાર હાલોલ પાવાગઢ બાયપાસ રોડ પર આવેલા આવા ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનો ન હોવાને કારણે આગની ઘટનાઓમાં આગ ભયાનક રીતે પ્રસરી હોવાને લઇ લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો હતો.જ્યારે પાવાગઢ બાયપાસ રોડ પર આવેલા આ ગોડાઉનોમાં સ્ક્રેપનો ધંધો કરતા લોકો સારો સ્ક્રેપ છાંટી લઈને નકામો સ્ક્રેપનો જથ્થો અવાર- નવાર સળગાવતા હોવાને કારણે આસપાસના વિસ્તારોમાં ધુમાડા સહિતનું પ્રદૂષણ પણ ફેલાતું હોવાને કારણે આસપાસના રહેણાંક વિસ્તારના લોકોમાં આક્રોશ વ્યાપી ગયો હતો.

જ્યારે વારંવાર પાવાગઢ બાયપાસ રોડના ગોડાઉનોમાં આગની ઘટનામાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આશ્ચર્ય સર્જાયું છે. જ્યારે ભંગારના પાંચ જેટલા ગોડાઉનમાં લાગેલી વિકરાળ આગને ઓલવવા માટે હાલોલ ફાયર ફાયટરના જવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી ત્યાર બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જો કે તે દરમિયાન પાંચ ગોડાઉનો આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા જ્યારે આ ગોડાઉનોમાં આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા.