કોરોનાની વિકટ સ્થિતિને કારણે ક્રિકેટ કેલેન્ડર માં વારંવાર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. સમયની ઉપલબ્ધતા નહીં હોવાને કારણે હવે એશિયા કપની 2021 ટૂર્નામેન્ટ 2023 માં યોજાશે. આ વર્ષે કોંટિનેંટલ ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં પણ વધી રહેલા કેસને કારણે તેને રદ કરવી પડી હતી.
એશિયાની ચાર મોટી ટીમો આ વર્ષના અંત સુધી વ્યસ્ત શેડ્યૂલ ધરાવે છે અને આવી સ્થિતિમાં આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કરવા માટે સમય મેળવવો ખૂબ મુશ્કેલ રહેશે. આ સંદર્ભમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC ) એ એક નિવેદન જારી કર્યું છે. ACC એ કહ્યું, “બોર્ડે કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાનમાં લીધો હતો અને નિર્ણય લીધો હતો કે સ્પર્ધા મુલતવી રાખવાનો એકમાત્ર વિકલ્પ છે. 2023 માં ટૂર્નામેન્ટની આ સિઝનનું આયોજન કરવું જ વધુ યોગ્ય રહેશે. યોગ્ય સમય આવ્યે તેની નવી તારીખો જાહેર કરવામાં આવશે.
The ACC Executive Board after careful evaluation has made the decision to postpone the 2021 edition of the Asia Cup to 2023.
For More➡️ https://t.co/a5jYnyDqQt@BCCI @TheRealPCB @OfficialSLC @BCBtigers @ACBofficials #ACC #AsiaCup pic.twitter.com/FbIJiU4jbi
— AsianCricketCouncil (@ACCMedia1) May 23, 2021
2018 થી એશિયા કપ યોજાયો નથી. 2020 માં પણ રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. પાછલા બે એશિયા કપમાં ભારતે આ ખિતાબ જીત્યો છે.
