મોડાસા/ લીંબળા તળાવ વિસ્તારમાં આધેડે ફાંસો લગાવી કર્યો આપઘાતનો પ્રયાસ

આધેડ દ્વારા વારંવાર રૂપિયા માંગવામાં આવતા દલાલ ધાક ધમકી આપતો હતો અને રૂપિયા ન આપી હેરાનગતિ કરતો હોવાનો પુત્રએ આક્ષેપ કર્યો છે.

Gujarat Others

મોડાસાના લીંબળા તળાવ વિસ્તારમાં આધેડે ગળે ફાંસો લગાવી આત્મહત્યાનો પ્રયાસ કરાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આધેડે જમીન વેચી હતી.જે બાદ દલાલે રૂપિયા 52 લાખ ન આપતા આધેડે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો. આધેડ દ્વારા વારંવાર રૂપિયા માંગવામાં આવતા દલાલ ધાક ધમકી આપતો હતો અને રૂપિયા ન આપી હેરાનગતિ કરતો હોવાનો પુત્રએ આક્ષેપ કર્યો છે. મહત્વનું છે કે સમગ્ર મામલે 2 મહિના પહેલા ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ હતી.પરંતુ કોઈ જવાબ ન મળતા આધેડે પગલું ભર્યું.

આ પણ વાંચો :મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયો આ ખાસ કેમ્પ, મોટા પ્રમાણમાં લોકો હજાર રહ્યા

ધનસુરા ના બાણીકંપા વિસ્તાર ના મૂળ રહીશ અને હાલ મોડાસા ના લીંબળા તળાવ વિસ્તાર માં રહેતા હેમદભાઈ સમદખા ભટ્ટી એ તેમની જમીન વેચ્યા બાદ તેના 52 લાખ રૂપિયા દલાલ પાસે રાખ્યા હતા તે રૂપિયા નારણ ભાઈ સાહેર ભાઈ રબારી અને અબ્બાસ મિયા કલાલ પરત ન આપતા વૃદ્ધે આશરે બે મહિના અગાઉ ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યાર બાદ વૃદ્ધ ને આ મામલે ધનસુરા પોલીસ સ્ટેશનમાંથી કોઇ જ જવાબ ન મળતા વૃદ્ધે આત્મહત્યા નો પ્રયાસ હાથધરતા વૃદ્ધ ને સારવાર માટે મોડાસા સાર્વજનીક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :પંચમહાલના ગોધરાના ટ્રાફિક પોલીસની દાદાગીરી, રિક્ષા ચાલકને અભદ્ર ભાષામાં આપી ગાળો

આ પણ વાંચો :તળાવમાં માટી ખનનના કારસ્તાન સામે ગામલોકોનો હલ્લાબોલ જેસીબી-ટ્રેલરોને ભગાવ્યા

આ પણ વાંચો :વટામણ-ભાવનગર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના કરૂણ મોત

આ પણ વાંચો :વાયબ્રન્ટ સમિટ પહેલાં આ વિસ્તારમાં અદ્યતન ડેટા સેન્ટરની સ્થાપના કરાશે