Gujarat News/ ગુજરાતમાં પર્યાવરણ સુરક્ષા કરવા, CPCB-GPCB દ્વારા મોબાઇલ વાનથી હવા-પાણીનું પ્રદૂષણ ચેકિંગ કરાશે

બે મોબાઇલ વાનમાંથી એક વાન ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારોમાં આવેલી GPCBની પ્રાદેશિક કચેરીઓ ખાતે મોનિટરિંગ કામગીરી કરી રહી છે.

Top Stories Gujarat Breaking News
એક વાન ઉત્તર ગુજરાત તેમજ બીજી વાન સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારોમાં આવેલી GPCBની પ્રાદેશિક કચેરીઓ ખાતે મોનિટરિંગ કામગીરી

Gujarat News: ભારત ઝડપી ઔદ્યોગિકીકરણ તરફ આગળ વધી રહ્યું છે અને તેમાં પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ફાર્માસ્યુટિકલ, રાસાયણિક, ડાય અને ડાય-ઇન્ટરમીડીએટ્સ, કાપડ, સિરામિક્સ, મેટલ, રિસાયક્લેબલ પ્લાસ્ટિક અને ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે. વિકાસના આ તીવ્ર ગતિદાર પ્રવાહમાં તંદુરસ્ત જીવન માટે સ્વચ્છ અને શુદ્ધ હવા મહત્વપૂર્ણ છે. આ કારણસર રાજ્ય અને કેન્દ્ર સરકારો પ્રદૂષણ નિયંત્રણને અત્યંત પ્રાથમિકતાથી લઈ રહ્યા છે.

રૂ. 5.76 કરોડના ખર્ચે બે આધુનિક ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’

આર્થિક અને ઔદ્યોગિક વિકાસની વચ્ચે તંદુરસ્ત જીવન માટે શુદ્ધ હવા જરૂરી છે એટલે કે, ‘સ્વચ્છ હવા એ સૌનો અધિકાર’ છે, જેની કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતા કરી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-GPCB દ્વારા તાજેતરમાં બે ‘પર્યાવરણીય મોનિટરિંગ મોબાઇલ વાન’ એન્વાયરમેન્ટ ડેમેજ કંમ્પેનસેશન-EDC ફંડ હેઠળ રૂ. 5.76 કરોડથી વધુના ખર્ચે ખરીદવામાં આવી છે. જે માટેની કાર્ય યોજનાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ-CPCB દ્વારા ગુજરાતમાં સક્રિય રીતે કાર્યરત કરવામાં આવી છે.

ઉત્તર-સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં બે વાનોની કામગીરી

આ બે મોબાઇલ વાનમાંથી એક વાન ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તારોમાં આવેલી GPCBની પ્રાદેશિક કચેરીઓ ખાતે મોનિટરિંગ કામગીરી કરી રહી છે. હવા અને પાણી ગુણવત્તાની મોનિટરિંગ કામગીરી કરી રહી છે.

ઉત્તર ગુજરાતના વિસ્તારમાં એક વાન કામગીરી કરશે 

અમદાવાદ ગ્રામીણ

અમદાવાદ શહેરી

અમદાવાદ પૂર્વ

ગાંધીનગર

મહેસાણા

પાલનપુર

હિંમતનગર

આણંદ

નડિયાદ

બીજી વાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં કામગીરી 

વડોદરા

ગોધરા

ભરૂચ

અંકલેશ્વર

વલસાડ

સુરત

નવસારી

વાપી

સરીગામ

પર્યાવરણ મંત્રાલયનું નેતૃત્વ અને GPCBની ભૂમિકા

વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા તેમજ રાજ્ય મંત્રી  પ્રવીણ માળીના નેતૃત્વમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ રાજ્યમાં પર્યાવરણીય ધોરણોનું અમલીકરણ સુનિશ્ચિત કરતી નિયમનકારી સંસ્થા તરીકે મહત્વની ભૂમિકા નિભાવે છે. બોર્ડ સતત મોનિટરિંગ અને પ્રદૂષણ નિયંત્રણ માટે અસરકારક પગલાં લેવાનું કાર્ય કરી રહી છે. GPCB પર્યાવરણ તથા જાહેર આરોગ્ય વચ્ચે સંતુલન જાળવીને રાજ્યમાં ટકાઉ ઔદ્યોગિક વિકાસ સુનિશ્ચિત કરે છે. જેના આધારે ભાવિ પેઢીઓને વધુ તંદુરસ્ત સમાજ અને પર્યાવરણનો વારસો મળી રહ્યો છે.

વધુમાં, આ મોબાઇલ વાનમાં આધુનિક વિશ્લેષણ ઉપકરણો, ડિટેક્ટરો અને પોર્ટેબલ સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી જે તે વિસ્તારની હવા અને પાણીની ગુણવત્તાનું માપન કરવામાં આવી રહ્યું છે. ગેસ લીક જેવી આકસ્મિક અથવા આપાતકાલીન પરિસ્થિતિઓ સર્જાય ત્યારે આ વાન દ્વારા ઘટનાસ્થળે પહોંચીને તાત્કાલિક પર્યાવરણીય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ વાનનો ઉપયોગ કેમિકલ ઉદ્યોગ વિસ્તારો, GIDC, SEZ તથા અન્ય સંભવિત પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવી રહ્યો છે. આ વાનના ઉપયોગથી નાગરીકોને પણ અનેક પ્રકારના ભૌતિક તેમજ અભૌતિક લાભો થઇ રહ્યા છે. જેમાં તાત્કાલીક ઘટનાસ્થળે જ વિશ્લેષણ-પૃથ્થકરણ થવાથી નિર્ણય લેવા માટે ઝડપથી કામગીરી થઈ રહી છે. જેથી નાગરીકોના પર્યાવરણ સંબંધિત પ્રશ્નોનો ત્વરીત નિકાલ કરવામાં આ વાન મદદરૂપ થઇ રહી છે.

મોબાઇલ વાનની વિશેષતાઓ

આ વાનમાં સ્થાપિત “કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન” PM10, PM2.5, સલ્ફર ડાયોક્સાઈડ, નાઇટ્રોજન ઑક્સાઈડ્સ, કાર્બન મોનૉક્સાઈડ, ઓઝોન, એમોનિયા, હાઈડ્રોજન સલ્ફાઈડ, બેન્ઝીન, ઇથાઈલ બેન્ઝીન, ટોલ્યુઇન અને ઝાઈલિન જેવા વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ-ટાઈમ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી દર્શાવેલા વિસ્તારની હવામાં રહેલી પ્રદૂષણની સ્થિતિ જાણીને તેને ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મોબાઇલ વાનમાં હવામાં રહેલા વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉંડ્સ-VOCs માપવા માટે વિશેષ ડિટેક્ટર તથા અવાજ પ્રદૂષણ માપવા માટે નોઈસ મીટર, તેમજ પાણી તથા ગંદાપાણીના નમૂનાઓમાં રહેલા પ્રદૂષણકારકોની તપાસ કરવાના ઉપકરણોની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉદ્યોગ વિસ્તારોમાં મોનિટરિંગ કામગીરી

આમ, રાજ્યના ઔદ્યોગિક તેમજ પ્રદૂષિત વિસ્તારોમાં હવા અને પાણીની ગુણવત્તા ચકાસીને તેની ઉપર યોગ્ય પગલાં ભરવા આ વાન નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

આ મોબાઇલ વાન દ્વારા કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરીમાં પ્રાદેશિક કચેરી, અમદાવાદ- પૂર્વ ખાતે તા. 15 નવેમ્બર સુધી 2025 સુધી પ્રાયોગિક ધોરણે આ વાન ચલાવવામાં  આવી હતી. ત્યારબાદ તા. 15 નવેમ્બર થી 2 ડિસેમ્બર 2025 સુધી  વટવા GIDC, નરોડા GIDC, નારોલ તથા ઓઢવના ઔદ્યોગિક વિસ્તાર ખાતે આસપાસની હવાનું મોનીટરીંગ  હાથ ધરવામાં આવ્યુ હતું .

M/s Vatva Industries Association GIDC Vatva

M/s Narol Textile Infrastructure & Enviro Management

M/s Naroda Industries Association

M/s Odhav Industries Association

M/s Kathwada Industries Association

M/s Gujarat Vepari Mahamandal Sahakari Audhyogik Vasahat Ltd. (GVMM)

પ્રદૂષણ ઘટાડવા માટે જાગૃતિ અને ઉદ્યોગો સાથે સંકલન

તા. 08 ડિસેમ્બરના રોજ કારણદર્શક નોટીસ આપવામાં આવી છે. આ બંનેમાંથી એક વાન હાલમાં પ્રાદેશિક કચેરી,ગાંધીનગર અંતર્ગત કલોલ GIDC તેમજ બીજી વાન દક્ષિણ-મધ્ય ગુજરાતના કાર્યક્ષેત્ર હેઠળ અંકલેશ્વર GIDC ખાતે કામગીરી બજાવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યના વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રના મુખ્ય ઔદ્યોગિક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટેની કાર્ય યોજનાની બેઠકનું આયોજન કરીને આ અંગે જાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ આ મોબાઇલ વાનના માધ્યમથી યોજવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વધુ 11 વિકાસશીલ તાલુકા જાહેર કર્યા, વાર્ષિક 3 કરોડની ગ્રાન્ટ મળશે

આ પણ વાંચો:શિક્ષણ મંત્રી  ડૉ પ્રદ્યુમ્ન વાજાએ અમદાવાદ સ્થિત i-Hubની મુલાકાત લઈ યુવા આંન્ત્રપ્રિન્યોર્સ સાથે સંવાદ કર્યો

આ પણ વાંચો:વિદ્યાર્થીઓ માટે નોબેલ પ્રાઈઝ પ્રેરણા: GUJCOST અને IITEનું અનોખું વિજ્ઞાન અભિયાન