Cricket/ ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, સતત જીતી 22 વન-ડે મેચ

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને 6 વિકેટથી હરાવી ઇતિહાસ રચ્યો છે.

Sports

ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને 6 વિકેટથી હરાવી ઇતિહાસ રચ્યો છે. આ જીતની સાથે ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમે વન-ડે આંતરરાષ્ટ્રીયમાં સતત 22 વખત જીત મેળવી ઓસ્ટ્રેલિયાની રિકી પોન્ટિંગની 2003 ની ટીમને પછાડી દીધી છે. ન્યુઝીલેન્ડ સામેની જીત ઓસ્ટ્રેલિયાની 22 મી જીત હતી. છેલ્લી વખત ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમની ઓક્ટોબર 2017 માં વન-ડેમાં હાર થઇ હતી.

IPL પર સંકટનાં વાદળ / અક્ષર પટેલ બાદ RCB નો આ શાનદાર ખેલાડી કોરોના પોઝિટિવ

2003 માં, રિકી પોન્ટિંગની આગેવાની હેઠળ ઓસ્ટ્રેલિયાએ વન-ડેમાં સતત 21 મેચ જીતી હતી. મહિલા ઓસ્ટ્રેલિયન ટીમની રેકોર્ડ બ્રેકિંગ ડેબ્યૂની શરૂઆત ભારતમાં માર્ચ 2018 માં થઈ હતી, જેમાં વનડે શ્રેણીમાં 3-0થી જીત મેળવી હતી. ત્યારબાદ, તેઓએ પાકિસ્તાન (3-0), ન્યુઝીલેન્ડ (3-0), ઈંગ્લેન્ડ (3-0), વેસ્ટ ઈન્ડીઝ (3-0), શ્રીલંકા (3-0), ન્યુઝીલેન્ડ (3-0), અને હવે ન્યુઝીલેન્ડમાં ચાલી રહેલી 3 મેચની સીરીઝમાં 1-0ની લીડ મેળવી છે. ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે રવિવારે માઉન્ટ માઉગાનુઈ ખાતે ઓસ્ટ્રેલિયાને 213 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

યજમાન ટીમ તરફથી ઓપનર લોરેન ડાઉને 134 બોલમાં 90 રન બનાવ્યા હતા. કેપ્ટન એમી સૈટ્ટરથવેટ અને એમેલિયા કેરે 32 અને 33 રન ફટકાર્યા, ન્યુઝીલેન્ડ 37 ઓવરમાં 159/2 સુધી પહોંચી ગયું. જો કે, કેરનાં ગયા બાદ, ન્યુઝીલેન્ડનું એક નાટકીય પતન થયું અને તે 48.5 ઓવરમાં 212 રનમાં આઉટ થઈ ગયું.

માઠાં સમાચાર / IPL પર કોરોનાનો ઓછાયો : એક અઠવાડિયા પહેલા જ વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત, ક્રિકેટ ચાહકોમાં કચવાટ

તેમના સિવાય કેપ્ટન એમી સૈટર્થવેટે 32 અને એમેલિયા કૈરે 33 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મેઘન સ્કૂટે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી, જ્યારે નિકોલા કેરીએ ત્રણ વિકેટ લીધી હતી. 213 રનનાં સ્કોરનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે ખરાબ શરૂઆત કરી હતી અને ટીમને પહેલો ફટકો 23 રનમાં રશેલ હેન્સનાં રૂપમાં થયો હતો. પરંતુ આ પછી, વિકેટકીપર એલિસા હીલી, ઓલરાઉન્ડર એલિસ પેરી અને એશલેગ ગાર્ડનરની શાનદાર અડધી સદીની ઇનિંગ્સ પછી 39 મી ઓવરમાં કાંગારૂ ટીમે આ લક્ષ્ય હાંસલ કર્યું. બંને ટીમો વચ્ચે વનડે સિરીઝની બીજી મેચ 7 એપ્રિલે રમાશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ