રાજીનામું / BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ પદ પરથી આપ્યું રાજીનામું

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે ATK મોહન બાગાનનાં ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નાં અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બુધવારે ATK મોહન બાગાનનાં ડિરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. ISL ટીમ બાગાનની માલિકી ધરાવતા RPSG ગ્રુપે IPLની લખનઉ ટીમને ખરીદી લીધાનાં બે દિવસ પછી, તેમણે ક્રિકબઝને પુષ્ટિ આપી કે તેણે સંભવિત હિતોનાં સંઘર્ષને ટાળવા માટે ડિરેક્ટર તરીકે રાજીનામું આપ્યું છે.

સૌરવ ગાંગુલી રાજીનામું

આ પણ વાંચો – ICC T20 Ranking / વિરાટ અને રાહુલને રેન્કિંગમાં થયુ નુકસાન, પાકિસ્તાનનાં આ ખેલાડીને મળ્યો ફાયદો

આપને જણાવી દઇએ કે, BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હિતોનાં ટકરાવથી બચવા માટે ATK મોહન બાગાનનાં ડિરેક્ટર પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આપને જણાવી દઈએ કે, મોહન બાગાન RPGS વેન્ચર્સ લિમિટેડની માલિકીની ફૂટબોલ ટીમ છે, જેણે સોમવારે 7,090 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી લગાવીને IPL માટે લખનઉની એક ટીમ ખરીદી હતી. ક્રિકઇન્ફો અનુસાર, સૌરવ ગાંગુલીએ મોહન બાગાન ખાતેની તેમની ભૂમિકામાંથી હટી જવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. મોહન બાગાન એક ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત ફૂટબોલ ક્લબ છે, જે ઈન્ડિયન સુપર લીગ (ISL) નો ભાગ છે. વળી, ભારતનાં ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલી માત્ર મોહન બાગાન બોર્ડનાં ડિરેક્ટરોમાંથી એક નથી, પરંતુ તે તેના શેરહોલ્ડર પણ છે. એવું માનવામાં આવે છે કે ગાંગુલી જ્યાં સુધી BCCI નાં અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા છે ત્યાં સુધી મોહન બાગાનની ભૂમિકાથી દૂર રહેશે.

સૌરવ ગાંગુલી રાજીનામું

આ પણ વાંચો – બે વખોડવા પાત્ર ઘટના / પાક ગૃહપ્રધાનનું નિવેદન અને ભારતમાં દેશની ક્રિકેટમાં હાર બાદ ફટાકડા ફોડવાના બનાવો

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે મોહન બાગાનનાં માલિક અને IPL ફ્રેન્ચાઇઝી RPSG નાં વાઇસ પ્રેસિડેન્ટ સંજીવ ગોએન્કાએ સોમવારે કહ્યું કે, સૌરવ ગાંગુલી પદ છોડવાની આરે છે. ગોએન્કાએ આ વિશે કહ્યું કે મને લાગે છે કે તે મોહન બાગાનમાંથી સંપૂર્ણ રીતે બહાર નીકળી જશે અને તે પોતે જ તેની જાહેરાત કરશે. આ પહેલા 2019 માં પણ, સૌરવ ગાંગુલી અને તેના જૂના સાથી મિત્ર વીવીએસ લક્ષ્મણને પણ હિતોનાં સંઘર્ષનાં કેસનો સામનો કરવો પડ્યો હતો જ્યારે તે બન્ને ભારતીય ક્રિકેટમાં એક કરતા વધુ હોદ્દા પર હતા. તે સમયે, ગાંગુલી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળનાં અધ્યક્ષ પણ હતા અને IPL માં દિલ્હી કેપિટલ્સનાં સલાહકાર તેમજ ટીવી કોમેન્ટેટર પણ હતા.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment