Cricket/ ITAT નો મોટો નિર્ણય, ટેક્સમાંથી આપી BCCI ને છૂટ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને એ જ રીતે ટેક્સમાં છૂટ આગળ પણ મળવાનું ચાલુ રહેશે. જણાવી દઇએ કે, દેશમાં આવકવેરા સંબંધિત વિવાદો પર નિર્ણય કરતી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કહ્યું છે કે, BCCIને આપવામાં આવતી કર મુક્તિ ચાલુ રહેશે.

Sports
bcci

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને એ જ રીતે ટેક્સમાં છૂટ આગળ પણ મળવાનું ચાલુ રહેશે. જણાવી દઇએ કે, દેશમાં આવકવેરા સંબંધિત વિવાદો પર નિર્ણય કરતી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કહ્યું છે કે, BCCIને આપવામાં આવતી કર મુક્તિ ચાલુ રહેશે. ITAT અનુસાર, BCCI ની મુક્તિ માત્ર એટલા માટે નાબૂદ કરી શકાતી નથી કારણ કે, તે IPLમાંથી મોટી કમાણી કરે છે.

BCCI and TAX

આ પણ વાંચો – T20 World Cup / તો શું આજની ફાઈનલ મેચમાં આ ટીમની જીતવાની શક્યતા વધારે છે? અહી સમજો ગણિત

દેશની સૌથી ધનિક સ્પોર્ટ્સ સંસ્થા BCCIને ટેક્સ વિભાગ સામે મોટી જીત મળી છે. ઇન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ BCCIની દલીલને સમર્થન આપ્યું છે કે ભલે તે IPL દ્વારા કમાણી કરે છે, પરંતુ તેનો હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે, તેથી આ ટૂર્નામેન્ટની આવક કર મુક્તિ હેઠળ આવે છે. ITATએ 2 નવેમ્બરનાં રોજ તેનો નિર્ણય આપ્યો હતો. મહેસૂલ વિભાગે 2016-17માં BCCIને 3 કારણ બતાવો નોટિસ જારી કરી હતી. જેમાં ક્રિકેટ બોડીને પૂછવામાં આવ્યું હતું કે IPL થી થતી કમાણી પર ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 12A હેઠળની છૂટ કેમ દૂર ન કરવી જોઈએ. તેની સામે BCCIએ ITATનો સંપર્ક કર્યો હતો. આ સાંભળીને ITATએ મહેસૂલ વિભાગની દલીલને ફગાવી દીધી. આવકવેરા વિભાગે કહ્યું કે, IPL મનોરંજન મૂલ્ય ધરાવે છે. જેને લગતી પ્રવૃત્તિઓ વેપાર, વાણિજ્ય અને વ્યવસાયનાં દાયરામાં આવે છે. બીજી તરફ, BCCIએ કહ્યું કે તેની પ્રવૃત્તિઓ ચેરિટેબલ છે. તેનો વાસ્તવિક હેતુ ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે અને IPL પણ આ વિચારને આગળ ધપાવે છે. આમાંથી આવતા ફંડને ક્રિકેટનાં પ્રમોશન પાછળ ખર્ચવામાં આવે છે. ITAT બેન્ચે અવલોકન કર્યું કે જો રમત-ગમતની ટૂર્નામેન્ટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે જેથી રમતને વધુ લોકપ્રિય બનાવી શકાય અને પરિણામે વધુ સ્પોન્સરશિપ અને સંસાધનો એકત્ર થાય, તો ક્રિકેટને લોકપ્રિય બનાવવા માટે આ તેની પ્રવૃત્તિનો મુખ્ય ભાગ હશે. BCCI નું કહેવું છે કે, આવકવેરા વિભાગે IPL સંબંધિત પ્રવૃત્તિઓથી થતી આવકનું અર્થઘટન કરવામાં ભૂલ કરી છે. વિભાગે BCCI ની પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે ધ્યાનમાં લીધી ન હોતી અને તારણ કાઢ્યું હતું કે આ પ્રવૃત્તિઓ રમતનાં પ્રોત્સાહનનાં દાયરામાં આવતી નથી.

BCCI and TAX

આ પણ વાંચો – Interesting / માહીનો ફોટો શેર કરી હોલિવૂડનાં દિગ્ગજે એકવાર ફરી સોશિયલમ મીડિયામાં Fans ને કર્યા હેરાન

આપને જણાવી દઈએ કે, 2016-17માં ટેક્સ વિભાગે BCCIને નોટિસ આપી હતી. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, IPL ની કમાણી પર ટેક્સ કેમ ન લગાવવો જોઈએ. કમાણી નાની નથી. તે અબજોમાં થાય છે. BCCIએ આ અંગે ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)નો સંપર્ક કર્યો હતો. જેનો નિર્ણય બોર્ડ સાથે આવ્યો છે. હવે આ નિર્ણયની અસર અન્ય ટ્રસ્ટો પર પણ પડશે. હવે તેમના માટે પણ સરળ રહેશે કે તેઓ તેમની ટેક્સ જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકે.