અકસ્માત / બિગ બોસ ફેમ યાશિકા થઇ અકસ્માત ઈજાગ્રસ્ત, મિત્રનું ઘટના સ્થળે જ મોત

કારમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં યાશિકા પણ હતી. ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા….

તમિળ ફિલ્મ અભિનેત્રી યાશિકા આનંદ માર્ગ અકસ્માતનો શિકાર બની છે. આ અકસ્માતમાં યાશિકાના મિત્ર ભવાનીનું મોત નીપજ્યું હતું, જ્યારે યાશિકા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ભયાનક માર્ગ અકસ્માત તમિળનાડુના ચેન્નઇમાં બન્યો છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક ઓવરસ્પીડ એસયુવી ઇસીઆર રોડ પર જઈ રહી હતી. કારે સેન્ટર મીડિયનમાં ટકરાઈ હતી અને તે પછી રસ્તાની બાજુના ખાડામાં પડી હતી. ઘટના બાદ ત્યાં હાજર લોકો દ્વારા કારમાં સવાર લોકોને બચાવવા આવ્યા હતા.

યાશિકા માર્ગ અકસ્માત

આ પણ વાંચો : ગેહના વશિષ્ઠ સહિત ત્રણ લોકોને મુંબઈ પોલીસે પાઠવ્યું સમન્સ, આજે થશે પુછપરછ

કારમાંથી ત્રણ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા જેમાં યાશિકા પણ હતી. ત્રણેયને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે યાશિકાની મિત્ર ભવાની કારની અંદર ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. તેને બચાવવા માટે મદદની રાહ જોવાઇ રહી હતી પરંતુ દુર્ભાગ્યવશ તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

યાશિકા માર્ગ અકસ્માત

પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ચેંગલપેટ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. પોલીસનું કહેવું છે કે મેડિકલ ટેસ્ટ રિપોર્ટ બાદ જ કેસ નોંધવામાં આવશે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

આ પણ વાંચો :રાજ કુંદ્રાની ધરપકડ બાદ સમિતાએ લખી આ ભાવુક પોસ્ટ…બહેનની ફિલ્મનું કર્યું પ્રમોશન

આ પણ વાંચો :શિલ્પા સામે લટકતી તલવાર, ક્રાઈમ બ્રાન્ચે પુછ્યા 25 સવાલો


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment