મહારાષ્ટ્રમાં ભાજપના એક નેતા હોટલમાં મહિલાનો શારીરિક શોષણ કરતા કેમેરામાં કેદ થઇ ગયા છે, જેપીના સોલાપુર જિલ્લા અધ્યક્ષ શ્રીકાંત દેશમુખ એક હોટલમાં ભાજપ મહિલા મોરચાના નેતા સાથે જાતીય શોષણ કરતા કેમેરામાં ઝડપાયા હતા. જેનો હવે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો પીડિતાએ પોતે રેકોર્ડ કરીને શેર કર્યો છે.
भाजपा के सोलापुर जिलाध्यक्ष श्रीकांत देशमुख एक होटल में भाजपा महिला मोर्चा की नेता का यौन उत्पीड़न करते हुए कैमरे में कैद हुए।
(वीडियो को पीड़िता द्वारा रिकॉर्ड और शेयर किया गया था) pic.twitter.com/Lxrv2kHVhp— Kavish Aziz Lenin (@azizkavish) July 12, 2022
મહારાષ્ટ્રમાં, ભારતીય જનતા પાર્ટીએ વીડિયો સામે આવ્યા બાદ તેના સોલાપુર જિલ્લા અધ્યક્ષ શ્રીકાંત દેશમુખને પદ પરથી હટાવી દીધા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તે એક મહિલા સાથે જોવા મળી રહ્યો છે. પાર્ટીના એક નેતાએ મંગળવારે આ જાણકારી આપી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ચિત્રા વાળાએ કહ્યું કે શ્રીકાંત દેશમુખ સાથે સંબંધિત એક વીડિયો સામે આવ્યો છે અને તેમના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે તેમને હટાવી દીધા છે.

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે કહ્યું કે વીડિયો ક્લિપમાં દેખાતી મહિલાએ આગળ આવીને પોલીસ ફરિયાદ નોંધાવવી જોઈએ. કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
