Gujarat News: ભરૂચના આમોદ પંથકમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે ગંભીર ત્રિપલ અકસ્માત (Delhi Mumbai Expressway Accident) સર્જાયો હતો. માતર ગામ નજીક બનેલી આ ઘટનામાં પેસેન્જર ટ્રાવેલ્સ બસ, લાંબા ટ્રેલર અને ફોર-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં મુસાફરોથી ભરેલી ટ્રાવેલ્સ બસનો આગળનો ભાગ ભારે ક્ષતિગ્રસ્ત થયો હતો અને બસનો ડ્રાઈવર કેબિનમાં ફસાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના બાડમેરથી મુસાફરોને લઈને બસ સુરત તરફ જઈ રહી હતી. દરમિયાન માતર ટોલ પ્લાઝાથી આશરે બે કિલોમીટર વડોદરા તરફ ત્રણ વાહનો વચ્ચે અકસ્માત (Delhi Mumbai Expressway Accident) સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે બસની આગળની કેબિનના પતરા અંદરની તરફ ધસી ગયા હતા.
બસ ડ્રાઈવર કેબિનમાં ફસાયા
અકસ્માતને કારણે બસના ડ્રાઈવર ગંભીર રીતે કેબિનમાં ફસાઈ ગયા હતા. કેબિનની ધાતુ અને સ્ટિયરિંગનો ભાગ અંદરની તરફ ધસી જતાં તેમના માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી અને એક્સપ્રેસ વે પર થોડા સમય માટે વાહનવ્યવહારને પણ અસર થઈ હતી.
Delhi Mumbai Expressway Accident: કરજણ ફાયર વિભાગે શરૂ કર્યું રેસ્ક્યૂ ઓપરેશન
અકસ્માતની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ફાયર ટીમે હાઈડ્રોલિક રેસ્ક્યૂ સાધનોની મદદથી બસની કેબિનના લોખંડના પતરા અને સ્ટિયરિંગનો ભાગ કાપવાની કામગીરી હાથ ધરી હતી. કેબિનને કાળજીપૂર્વક કાપીને ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એક કલાકની જહેમત બાદ ડ્રાઈવર બહાર
આ રેસ્ક્યૂ ઓપરેશનમાં આશરે એક કલાક જેટલો સમય લાગ્યો હતો. ભારે જહેમત બાદ ફાયર વિભાગના જવાનોએ કેબિનમાં ફસાયેલા બસ ડ્રાઈવરને હેમખેમ બહાર કાઢ્યો હતો. ડ્રાઈવરને બહાર કાઢ્યા બાદ વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
આ પણ વાંચો:ગુજરાતી કોમેડી કિંગ ચંદન રાઠોડનું અકસ્માતમાં દુઃખદ નિધન
આ પણ વાંચો:દ્વારકા એક્સપ્રેસવે પર ગમખ્વાર અકસ્માત, ચાર મજૂરોને કારે કચડ્યા; 2ના મોત
આ પણ વાંચો:શિલજ અકસ્માતમાં મહિલાનું મોત,આરોપી રાજસ્થાનથી ઝડપાયો
