America News: અમેરિકાના ઉત્તરપૂર્વ ઓહિયો રાજ્યના એક્રોન શહેરમાં એક નાનો વિમાન રહેણાંક મકાન સાથે અથડાતા ભયંકર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે. આ ઘટના ગુરુવાર બપોરે (14 મે 2026) સ્થાનિક સમય મુજબ અંદાજે 3:45 વાગ્યે કેન્ટરબરી સર્કલ (Canterbury Circle) વિસ્તારમાં બની હતી. વિમાનમાં સવાર બંને વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
વિમાન અથડાતા જ રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગી હતી. જોકે રાહતની વાત એ રહી કે મકાનમાં રહેલા પરિવાર—એક દંપતી અને તેમના બાળકો—સમયસર બહાર નીકળી જતા સુરક્ષિત રહ્યા હતા.
આ ઘટનાની તપાસ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) દ્વારા શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : હોર્મુઝમાં તણાવ વચ્ચે ભારતીય જહાજ નિશાને, વિદેશ મંત્રાલયે ઓમાનના સત્તાવાળાઓનો માન્યો આભાર
આ પણ વાંચો : જર્મનીના ડોક્ટર પર બાળકોના જાતીય શોષણના 130 આરોપ, 12 વર્ષ સુધી ચાલ્યું પાપનું સામ્રાજ્ય
આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ, શી જિનપિંગની બેઇજિંગ બેઠક, વેપાર, તાઇવાન તેમજ ઈરાન મુદ્દે વિશ્વની નજર
