દુબઈ/ બુર્જ ખલીફા પરથી બોલિવૂડ અભિનેતા ઋતિક રોશને માર્યો કૂદકો, જુઓ Video

ડેસિંગ અને શાનદાર લૂક સાથે બોલીવૂડ એક્ટર ઋતિક રોશન લોકોની અને તેમા પણ ખાસ આજની યુવા છોકરીઓની પહેલી પસંદ બન્યો છે.

Entertainment
ઋતિક અને બુર્જ ખલીફા

ડેસિંગ અને શાનદાર લૂક સાથે બોલીવૂડ એક્ટર ઋતિક રોશન લોકોની અને તેમા પણ ખાસ આજની યુવા છોકરીઓની પહેલી પસંદ બન્યો છે. ઋતિક રોશન તેની અદભૂત ડાન્સિંગ સ્ટાઇલ, એક્શન અને લુક્સ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે ઘણીવાર લોકોને તેની ડાન્સ કળા અને એક્શનથી તેની પ્રશંસા કરવા દબાણ કરે છે. ફરી એકવાર તેણે કંઈક આવું જ કર્યું છે.

આ પણ વાંચો – EDએ કરી પુછપરછ / ઐશ્વર્યા રાયે પતિ અભિષેકને આટલી રકમ ટ્રાન્સફર કરતાં સર્જાઇ મુશ્કેલી,જાણો સમગ્ર વિગત…

જી હા એકવાર ફરી ઋતિકે જે કર્યુ છે તે જોઇ તમારા પણ ધબકારા થોડા સમય માટે રોકાઇ જશે. જણાવી દઇએ કે, તે બાઇક પર બેસીને બુર્જ ખલીફા પરથી કૂદી ગયો છે. દરમિયાન અચાનક તેની બાઇક ફંગોળાઇ હતી. જેને જોઈને એક સમયે લોકોનાં હૈયા ઉડી જાય છે. પરંતુ પછી ઋતિક શાંત થઈ જાય છે અને અદભૂત સ્ટંટ બતાવીને નીચે આવે છે. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ અંગે ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયો વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો છે. જેમાં પહેલા બુર્જ ખલીફાની ઊંચાઈ બતાવવામાં આવી છે. આ જોઈને ઉંચાઈઓથી ડરવાનો નથી એવો દાવો કરનાર વ્યક્તિ પણ એક સમયે ડરી જશે. ત્યારપછી ઋતિકનાં ચહેરા પર કેમેરો ઝૂમ થાય છે. જે પછી તમે જોશો કે ઋતિક તેનું હેલ્મેટ પહેરે છે અને બુર્જ ખલીફાની ઊંચાઈથી બાઇક ચલાવવાનું શરૂ કરે છે. પરંતુ પછી ઋતિક અચાનક સંતુલન ગુમાવી બેસે છે અને નીચે ઉભેલા લોકોનાં હૃદયનાં ધબકારા તેજ થઈ જાય છે. જો કે, અભિનેતા સાવધાનીપૂર્વક આગળ વધે છે અને તેનો સ્ટંટ પૂર્ણ કરે છે.

https://www.instagram.com/tv/CXs1LqOK-i-/?utm_source=ig_web_copy_link

આ પણ વાંચો – Aishwarya Rai Summoned / ઐશ્વર્યા રાય બચ્ચન દિલ્હીમાં EDની ઓફિસ પહોંચી, પનામા પેપર્સ કેસમાં પૂછપરછ

વીડિયો જોયા પછી તમને ખબર પડશે કે આ કોલ્ડ ડ્રિંક બ્રાન્ડનું એડશૂટ છે. તમને જલ્દી જ એક્ટરનું આ નવું એડન જોવા મળશે, જેની એક ઝલક તમે આ વીડિયોમાં જોઈ છે. જેમાં ઋતિક રોશન સ્ટંટ બતાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર થયાને થોડો સમય થયો છે, પરંતુ અત્યાર સુધીમાં તેને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકોએ ઉગ્ર કોમેન્ટ પણ કરી છે. લોકોએ ડરવાળો ઇમોજી શેર કરીને પ્રતિક્રિયા આપી છે.