બોલીવુડ / જેકલિન ફર્નાન્ડીઝ પહોંચી EDની ઓફિસ, જાણો શું છે સમગ્ર મામલો

સુકેશ ચંદ્રશેખર કેસમાં જેકલીન ફર્નાન્ડીઝને ઇડી દ્વારા ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું.જો કે તે અંગત કારણોસર ત્રણ વખત હાજર થઇ શકી ન હતી, પરંતુ તેને ચોથી વખત પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

જેક્લીન ફર્નાન્ડીઝ ઇડી ઓફિસની બહાર જોવા મળી હતી. તે મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ઇડીની ઓફિસ પહોંચી હતી. જેકલીન ફર્નાન્ડિસની આ કેસમાં બીજી વખત પૂછપરછ કરવામાં આવી રહી છે. જેક્લિન ફર્નાન્ડિસને ઇડીએ અનેક વાર સમન્સ પાઠવ્યું હતું. પરંતુ તેણીની અંગત કારણોસર ત્રણ વખત હાજર થઈ શકી ન હતી.આ કારણે તેને ચોથી વખત પણ સમન્સ પાઠવવામાં આવ્યું હતું. ચોથી વખત તેને દિલ્હીમાં ઇડી સમક્ષ હાજર થવાનું હતું. તેનું નિવેદન નોંધવાનું છે. મની લોન્ડરિંગ કેસમાં આ કેસ સુકેશ ચંદ્રશેખર અને તેમની પત્ની લીલા પોલ સાથે સંબંધિત છે.

આ કેસમાં તપાસ એજન્સી દ્વારા નોરા ફતેહીને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. આ પછી નોરા ફતેહીની ટીમે એક નિવેદન બહાર પાડ્યું હતું કે નોરા ફતેહી આ કેસમાં સાક્ષી તરીકે હાજર થઈ છે અને તે તપાસ એજન્સીઓની તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે. મની લોન્ડરિંગ કેસ સાથે કે  આરોપી સાથે કોઈ અંગત સંબંધ ધરાવતી નથી.

જેકલીન ફર્નાન્ડીઝ એક ફિલ્મ અભિનેત્રી છે. તેણીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મોને ખૂબ જ પસંદ કરવામાં આવી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે ઘણી વખત તેની તસવીરો અને વીડિયો શેર કરે છે જે ખૂબ ઝડપથી વાયરલ થાય છે.

જેકલીને અગાઉ સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો અને માહિતી આપી હતી કે તે અક્ષય કુમાર સાથે રામ સેતુ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ કારણે તે આ કેસમાં ED સમક્ષ હાજર થઈ શકી નથી.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment