Relationship Tips/ ગર્લફ્રેન્ડની આવી હરકતોથી ઇરિટેટ થાય છે છોકરાઓ, શું તમે પણ નથી કરતા ને આવું?

છોકરીઓની અમુક આદતોથી છોકરાઓ ઇરિટેટ થાય જાય છે. શરૂઆતમાં, તે તેના પર વધારે ધ્યાન આપતા નથી, પરંતુ ગર્લફ્રેન્ડ્સની…

Tips & Tricks Lifestyle Relationships
છોકરાઓ

છોકરીઓની સુંદરતા જોઈને છોકરાઓ તેમના તરફ આકર્ષિત થાય છે, પરંતુ કેટલીક છોકરીઓની અમુક આદતોથી છોકરાઓ ઇરિટેટ થાય જાય છે. શરૂઆતમાં, તે તેના પર વધારે ધ્યાન આપતા નથી, પરંતુ ગર્લફ્રેન્ડ્સની આવી આદતને લીધે ધીમે ધીમે છોકરાઓ હેરાન પરેશાન થાય જાય છે. ચાલો છોકરીઓની આવી આદતો વિશે કહીએ જે ઘણી વાર છોકરાઓને ઇરિટેટ કરે છે.

આ પણ વાંચો :અહીં જાણો, સુર્યના કિરણોથી થઇ શકે વજન ઓછું

રેક વાતની પૂછપરછ કરવી

તમે તમારા બોયફ્રેન્ડની કેર કરતા હોય તો પણ ક્યારેક ક્યારેક દરેક બાબતોની પૂછપરછ કરવી તેમને ઇરિટેટ કરવાનું ચાલુ કરી દે છે. એટલે એક બાબતનું ધ્યાન રાખવું કે તમે ગમે તેટલી તેમની કેર કરો પણ દરેક વાત માં તેમને રોકટોક ના કરવી જોઈએ.

વધારે પડતી કેર

કોઈને પસંદ નથી હોતું કે કોઈ બીજો વ્યક્તિ તેની દરેક નાની નાની વાતોનું ધ્યાન રાખે, તેમાં પણ છોકરીઓની વધારે પડતી કેર છોકરાઓને બંધન જેવી લાગે છે. આ કારણે, બંને વચ્ચે વાત વાત માં નોક-જોક થવા લાગે છે. એક મર્યાદા સુધી તમારું કેર કરવું તેમને સારું લાગે છે પણ હદ થી વધારે કેર તેમને ઇરિટેટ કરવા લાગે છે.

આ પણ વાંચો :આજની યુવતીઓ પસંદ કરે છે બિકિની વેક્સિંગ, જાણો તેના ફાયદાઓ

વાત વાત માં ખામીઓ કાઢવી

કેટલીક છોકરીઓને એવી ટેવ હોય છે કે તેઓ તેમના બોયફ્રેન્ડના માતાપિતા, સંબંધીઓ અને મિત્રોમાં કેટલીક ખામીઓ કાઢતી હોય છે. જેવું કે કોઈકના કપડાંને લઈને તો કોઈના જમવાની રીતને લઈને. છોકરીઓની આવી આદત તેમને ઇરિટેટ કરે છે. ફક્ત તમારા પાર્ટનરને જ નહિ પણ આવી આદત તમારી આસપાસના મોટા ભાગના લોકોને પસંદ નથી આવતી.

શોપિંગ

શોપિંગ કરવામાં તથા તેમની સાથે શોપિંગમાં જવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ કેટલીક છોકરીઓ શોપિંગમાં કલાકો ખર્ચ કરે છે. કલાકો સુધી શોપિંગ પછી પણ એક જ વસ્તુ ખરીદે છે. જે છોકરાઓને  ખૂબ જ ઇરિટેટ કરે છે.

આ પણ વાંચો :પુરુષોએ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આ 5 ભૂલોને ભૂલવી ન જોઈએ….

ફ્રેન્ડ્સ ને લઇ ને લડાઈ જગડા

છોકરીઓ હંમેશા ફરિયાદ કરે છે કે તેમના બોયફ્રેન્ડ મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે અને તેમને સમય આપતા નથી. આ બાબતે હંમેશા બંને માં નોક-જોક રહે છે. જ્યારે આ વધુ થાય છે ત્યારે છોકરીઓની આ આદત છોકરાઓને ખૂબ જ ઇરિટેટ કરે છે.

આ પણ વાંચો :શિયાળામાં મોર્નિંગ વોક માટે ફોલો કરો આ ટિપ્સ, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડશે

આ પણ વાંચો : સફરજનમાંથી બનતી આ અનોખી વાનગી એપલ સિનેમન મફિન, આજે કરો ટ્રાય