Recipe/ આજે ડીનરમાં બનાવો આ પંજાબી વાનગી, ખાવાની પડશે મજા

જો તમે રોજ એક ને એક ડીશ થી કંટાળી ગયા છો તો આજે ડીનરમાં  આ પંજાબી વાનગી. ઘરે બનાવો પંજાબી છોલે અને પૂરી .

Food Lifestyle
પંજાબી વાનગી

જો તમે રોજ એક ને એક ડીશ થી કંટાળી ગયા છો તો આજે ડીનરમાં  આ પંજાબી વાનગી. ઘરે બનાવો પંજાબી છોલે અને પૂરી .

 સામગ્રી

-અઢીસો ગ્રામ મોટા કાબુલી ચણા
-ચાર મધ્યમ આકારની ડુંગળી
-એક કપ ટામેટા પ્યુરી
-ત્રણ નંગ લીલા મરચા
-દસ કળી લસણ
-એક નાનો ટુકડો આદું
-અડધો કપ કોથમીર સમારેલી
-એક ટીસ્પૂન લાલ મરચુ
-અડધી ચમચી હળદર
-એક ચમચી ધાણાજીરુ
-એક ચમચી ગરમ મસાલો
-એક ચમચી છોલે મસાલો
-બે ચમચી તેલ
-એક ચમચી ઘી
-ચપટી હિંગ
-મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીત:

સૌપ્રથમ ચણાને આઠેક કલાક પાણીમાં પલાળી રાખો. કુકરમાં મીઠું, હળદર અને દોઢ ગ્લાસ પાણી નાખીને ચણાને બાફી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમા હિંગ નાખીને ડુંગળીની પેસ્ટ નાખી સાંતળો. ડુંગળી સોનેરી થાય પછી તેમા આદુ-મરચાં-લસણની પેસ્ટ નાખીને સાંતળો. પછી તેમાં ટામેટા પ્યોરી નાખી ચારેક મિનિટ હલાવતા રહો. તેલ છુટું પડે કે તેમા બધો મસાલો નાખી સાંતળો. હવે તેમાં બાફેલા છોલે નાખીને પાંચેક મિનિટ ઉકળવા દો. ગ્રેવી જોઈતી હોય તો અડધો ગ્લાસ પાણી નાખીને ઉકળવા દો. પાંચેક મિનિટ ઉકાળી ગેસ પરથી ઉતારી લો. સમારેલી કોથમીર નાખીને ગરમા-ગરમ પૂરી, ભાખરી કે રોટલી સાથે સર્વ કરો.

આ પણ વાંચો :શું સેક્સ લાઇફ ડિસ્ટર્બ છે? હટાવીદો આ વસ્તુંઓ બેડરૂમમાંથી અને જોવો પછી……

આ પણ વાંચો : ઘરે આ રીતે બનાવો મગની દાળના પુડલા, નોંધીલો રેસીપી..

આ પણ વાંચો : વધેલા ભાત, આ રીતે બનાવો રસિયા મુઠિયા,નોંધીલો રેસીપી…

આ પણ વાંચો :ફ્રીમાં કરવું છે પ્રિ વેડિંગ ફોટોશૂટ તો આ સ્થળો છે બેસ્ટ ઓપ્શન