National / બજેટ પહેલા સરકારે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે ડૉ વી અનંત નાગેશ્વરનને કર્યા નિયુક્ત

કેન્દ્ર સરકારે શુક્રવારે ડૉક્ટર વી અનંત નાગેશ્વરનને તાત્કાલિક અસરથી નવા મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે નિયુક્ત કર્યા છે.


કેન્દ્ર સરકારે શુક્રવારે ડૉક્ટર વી અનંત નાગેશ્વરનને તાત્કાલિક અસરથી નવા મુખ્ય આર્થિક સલાહકાર (CEA) તરીકે નિયુક્ત કર્યા. નાણાકીય વર્ષ 2022-2023 માટે કેન્દ્રીય બજેટ અને આર્થિક સર્વેની રજૂઆત પહેલા આ જાહેરાત કરવામાં આવી છે. નાગેશ્વરમ PMની આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના ભૂતપૂર્વ પાર્ટ-ટાઇમ સભ્ય હતા. આ નિમણૂક પહેલા, નાગેશ્વરન લેખક, શિક્ષક અને સલાહકાર તરીકે કામ કરી ચૂક્યા છે. તેમણે ભારત અને સિંગાપોરમાં ઘણી બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યૂટમાં ભણાવ્યું છે અને વ્યાપકપણે પ્રકાશિત કર્યું છે.

પીએમની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય રહી ચૂક્યા છે
વી. અનંત નાગેશ્વરન IFMR ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ બિઝનેસના ડીન અને Krea યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિશિષ્ટ વિઝિટિંગ પ્રોફેસર રહ્યા છે. નાગેશ્વરન 2019 થી 2021 સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદના અંશકાલિક સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ, અમદાવાદમાંથી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.

રાજકીય / ભાજપ પાસે છે સૌથી વધુ સંપત્તિ, ADRના રિપોર્ટ પરથી જાણો અન્ય પાર્ટીઓની હાલત

Covid-19 / હવે કોરોનાનું નવું વેરિઅન્ટ નિયોકોવ ફેલાવે છે ભય, ચીની વૈજ્ઞાનિકોનો દાવો – 3માંથી 1 દર્દીનું મોત

આર્થિક સર્વેક્ષણ રજૂ કરવા માટે જવાબદાર
વી. અનંત નાગેશ્વરનને એવા સમયે મુખ્ય આર્થિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જ્યારે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરી, 2022થી શરૂ થઈ રહ્યું છે. તેમાંથી એક દિવસ આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે, જેને તૈયાર કરવાની જવાબદારી મુખ્ય આર્થિક સલાહકારની છે.


More Stories


Top Stories

Photo Gallery

Entertainment