Technology/ લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવાની બદલાઇ પદ્ધતિ, આ નંબર પહેલા કરવો પડશે ડાયલ

ટેલિકોમ વિભાગે 15 જાન્યુઆરીથી એટલે કે આજથી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કરવામાં આવતા દરેક કોલ માટે મોબાઇલ નંબર પહેલાં ‘શૂન્ય’ (0) ડાયલ કરવુુ ફરજિયાત બનાવ્યુ છે….

Tech & Auto
  • લેન્ડલાઇનથી મોબાઇલ પર કોલ કરવા ‘0’ ડાયલ જરૂરી
  • LLથી 11 અંકનો મોબાઇલ નંબર ડાયલ કરવો પડશે
  • દેશભરમાં મોબાઇલ પર ફોન કરવાની રીત બદલાઇ
  • આજથી લેન્ડલાઇનથી મો.નં.પર વાત કરવા શૂન્ય જરૂરી
  • તેનાથી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની સુવિધા વધશે
  • ટેલિકોમ વિભાગે 20 નવે.બહાર પાડયો હતો સર્કયૂલર
  • આ ફેરફારથી દુરસંચાર કંપનીઓને થશે લાભ
  • મોબાઇલ માટે 254 કરોડ વધારાનાં નંબર તૈયાર થઇ શકશે

ટેલિકોમ વિભાગે 15 જાન્યુઆરીથી એટલે કે આજથી લેન્ડલાઇનથી મોબાઇલ ફોન પર કરવામાં આવતા દરેક કોલ માટે મોબાઇલ નંબર પહેલાં ‘શૂન્ય’ (0) ડાયલ કરવુુ ફરજિયાત બનાવ્યુ છે. ટેલિકોમ વિભાગે આ નિર્ણય ટેલિકોમ રેગ્યુલેટર ટ્રાઇની સલાહનાં આધારે લીધો છે.

મોબાઇલ ફોન્સ અને લેન્ડલાઇન નંબર માટેનાં તમામ વિકલ્પો અને સંસાધનો પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યા પછી ટ્રાઇએ સરકારને આ સૂચન કર્યું હતું. અપેક્ષા રાખવામાં આવે છે કે આ પ્રક્રિયા દેશમાં મોબાઇલ નંબરની ઉપલબ્ધતા લગભગ બમણી કરશે. આ ફેરફારથી દુરસંચાર કંપનીઓને લાભ થશે. અનુમાન મુજબ મોબાઇલ માટે 254 કરોડ વધારાનાં નંબર તૈયાર થઇ શકશે. આ સાથે લેન્ડલાઈનથી લેન્ડલાઈન અને મોબાઈલથી લેન્ડલાઇન કોલ પર ફોન કરવા માટે પણ કોઈ નિયમમાં ફેરફાર થયો નથી. જ્યારે કોઈ ઉપયોગકર્તા લેન્ડલાઈનથી મોબાઈલ પર 0 લગાવ્યા વિના કોલ કરશે તો તેને આ માટેની સૂચના સાંભળવા મળશે. નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલા સુધી મોબાઇલ માટે શૂન્ય લગાવાની સિસ્ટમ હતી, પરંતુ સમગ્ર દેશ લોકલ બન્યો છે, આ સિસ્ટમ ખતમ થઈ ગઈ છે.

નોંધનીય છે કે, ભારતીય ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટીએ 29 મે 2020 નાં રોજ મોબાઇલ નંબરની ડાયલિંગ પેટર્ન બદલવાની દરખાસ્ત કરી હતી, જેને ટેલિકોમ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઇનાં જણાવ્યા મુજબ, ડાયલિંગ પેટર્નમાં ફેરફાર કરવાથી 2,544 મિલિયન વધારાનાં મોબાઇલ નંબરની ઉપલબ્ધતામાં વધારો થશે જેનો ઉપયોગ ટેલિકોમ ભવિષ્યમાં કરશે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા પ્રસ્તાવમાં નવી રાષ્ટ્રીય નંબરિંગ યોજનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો