રશિયા સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે યુક્રેનમાં સાયબર એટેક થયો છે. મંગળવારે દેશની સરકારી સાઇટ્સ અને મોટી બેંકોને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલાથી લોકોની ચિંતા વધી ગઈ છે, કારણ કે તેમના પૈસા બેંકોમાં જમા છે. સાયબર હુમલા બાદ ઓનલાઈન પેમેન્ટ બંધ થઈ ગયું છે. પ્રજામાં અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો,ત્યારે સરકારે લોકોને ખાતરી આપી છે કે તેમના પૈસા સુરક્ષિત છે. સાથે જ તેણે આશંકા વ્યક્ત કરી છે કે આ હુમલા પાછળ રશિયાનો હાથ હોઈ શકે છે
યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાયબર હુમલો યુક્રેનને નિશાન બનાવતા અનેક હેકિંગ ઓપરેશનમાં એક છે. આ હુમલો ત્યારે થયો છે જ્યારે રશિયાના પાડોશી દેશ પર હુમલાની શક્યતા છે. જોકે, રશિયાએ મંગળવારે કહ્યું કે તે હુમલો નહીં કરે. તે તેના સૈનિકોને પરત બોલાવી રહ્યા છે.
સત્તાવાર સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, સાયબર હુમલાને કારણે ઓછામાં ઓછી 10 યુક્રેનિયન વેબસાઇટ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. આમાં સંરક્ષણ મંત્રાલય, વિદેશ મંત્રાલય, સંસ્કૃતિ મંત્રાલય અને યુક્રેનની બે સૌથી મોટી સરકારી બેંકોનો સમાવેશ થાય છે. દેશની સૌથી મોટી સરકારી માલિકીની બેંક Privtbank અને સરકારી માલિકીની Sberbank પર પણ સાયબર એટેક કરવામાં આવ્યો છે. કારણ કે આ બેંકોના ગ્રાહકોએ ફરિયાદ કરી છે કે બેંકની એપ્સે કામ કરવાનું બંધ કરી દીધું છે. તેમજ ઓનલાઈન પેમેન્ટ પણ થતું નથી.
યુક્રેનના ઈન્ફોર્મેશન મિનિસ્ટ્રીના સેન્ટર ફોર કોમ્યુનિકેશન્સ એન્ડ ઈન્ફોર્મેશન સિક્યોરિટીએ જણાવ્યું કે જમાકર્તાઓને કોઈ ખતરો નથી, તેમના પૈસા સુરક્ષિત છે. મંત્રાલયે કહ્યું કે ભલે રશિયા પીછેહઠ કરી ગયું હોય, પરંતુ સંભવ છે કે તેની સાથે જોડાયેલા કોઈ વ્યક્તિએ આ હુમલો કર્યો હોય. કારણ કે રશિયાની આક્રમક યોજનાઓ સંપૂર્ણ રીતે કામ કરી રહી નથી.
