રાજકીય વિશ્લેષણ / ૧૯૬૦ થી ૨૦૨૧ : ગુજરાતમાં ૨૦ મુખ્યમંત્રી બદલાયા

માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીને બાદ કરતાં કોઈ મુખ્યમંત્રી પોતાની નિયત ટર્મ પૂરી કરી શક્યા નથી

Reporter Name: હિંમતભાઈ ઠક્કર, ભાવનગર

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રાજ્યમાં ડિસેમ્બર ૨૦૨માં યોજાનારી ચૂંટણી પહેલા રાજીનામું આપવું પડ્યું અથવા તો તેમણે રાજીનામું આપી દીધું. તેના એક નહિ અનેક કારણો છે. પરંતુ આની સાથોસાથ એક વાત પણ જગજાહેર થઈ ગઈ કે છેલ્લા છ માસમાં ભાજપશાસિત રાજ્યના ચોથા મુખ્યમંત્રીએ સત્તા છોડી. કર્ણાટકમાં યેદિયુરપ્પા, ઉત્તરાખંડમાં તીરથસંહ રાવત અને ત્રિવેન્દ્રસિંહ રાવત બાદ હવે તે લાઈનમાં વિજયભાઈ રૂપાણીનું નામ ગોઠવાઈ ગયું છે. ઉત્તરાખંડમાં એપ્રિલ-મે માં ચૂંટણી છે એટલે ત્યાં આઠ માસ પહેલા મુખ્યમંત્રી બદલાયા તો ગુજરાતમાં ૧૫ માસ પહેલા મુખ્યમંત્રી બદલાયા છે. આ બન્ને ભાજપ શાસિત રાજ્યો છે. ગુજરાતની વાત કરીએ તો ૨૦૧૭ની ચૂંટણીના નવ માસ પહેલા આનંદીબેન પટેલે રાજીનામું આપ્યું અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા હતાં. આમ સતત બીજી ચૂંટણી પહેલા ભાજપના મુખ્યમંત્રી પદનો ચહેરો બદલાયો છે. ભલે ગુજરાતમાં રૂપાણીભાઈએ પાંચ વર્ષ પૂરા કર્યા પણ તે બે ટર્મમાં પૂરા કર્યા છે. ૨૦૧૬ ઓગસ્ટથી ૨૦૧૭ ડિસેમ્બર સુધીનો પાંચ માસનો સમયગાળો પૂર્ણ કર્યા પછી ૨૦૧૭ની ચૂંટણી પછી ફરી મુખ્યમંત્રી બન્યા હતાં અને આ સત્ર પુરૂ થવાને ૧૫ માસનો સમય બાકી છે ત્યાં તેમને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું છે કે છોડી દીધું છે.

૧૯૬૦માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ અમરેલીના સપૂત ડૉ. જીવરાજ મહેતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૨માં તેઓ ફરી મુખ્યમંત્રી બન્યા પણ ૧૯૬૩માં સત્તા છોડવી પડી. ૧૯૬૩માં ભાવનગરના બળવંતભાઈ મહેતા મુખ્યમંત્રી બન્યા. ૧૯૬૫માં ભારત-પાક યુદ્ધ વખતે તેઓ શહીદ થયા. ૧૯૬૬માં હિતેન્દ્ર દેસાઈ મુખ્યમંત્રી બન્યા. બાકીનો સમય પૂર્ણ કર્યો પણ ૧૯૧૭માં તેમને કોંગ્રેસના વિભાજનના પગલે વહેલી સત્તા છોડવી પડી. જ્યારે ૧૯૭૨માં સૌરાષ્ટ્રના જ આગેવાન અને તત્કાલીક કેન્દ્રીય મંત્રી ઘનશ્યામભાઈ ઓઝાએ ગુજરાતનું સુકાન સંભાળ્યું પણ ૧૯૭૩ના મધ્યભાગમાં તેમને પણ વિદાય લેવી પડી. ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા તેમને ૧૯૭૪ના મધ્યભાગમાં નવનિર્માણ આંદોલનના કારણે સત્તા છોડવી પડી. જ્યારે ૧૯૭૫માં ગુજરાતમાં રચાયેલી સૌપ્રથમ બીનકોંગ્રેસી સરકારના મુખ્યમંત્રી બનેલા બાબુભાઈ જશભાઈ પટેલને ૧૯૭૫ના અંતમાં સત્તા છોડવી પડી. ૧૯૭૬માં શાસક કોંગ્રેસના માધવસિંહ સોલંકી પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા પણ કેન્દ્રમાં ૧૯૭૭માં સત્તાપલ્ટો થતાં તેમની રાજ્યની સત્તા પણ ગઈ અને ફરી બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા.

ત્યારબાદ ૧૯૮૦માં પહેલા કેન્દ્ર અને ત્યારબાદ રાજ્યમાં ફરી કોંગ્રેસ ચૂંટણી જીતી અને ગુજરાતનું મુખ્યમંત્રી પદ ફરી માધવસિંહ સોલંકીના હવાલે થયું. તેમણે પોતાની સત્તાના પાંચ વર્ષ (સત્ર) પૂર્ણ કર્યા. તેઓ ૨૫ વર્ષમાં પ્રથમ મુખ્યમંત્રી હતાં જેમણે પોતાની પ્રથમ ટર્મ પૂરી કરી. ૧૯૮૫માં ૧૪૯ બેઠકોની તોતીંગ બહુમતી સાથે સત્તા મેળવનાર માધવસિંહ સોલકીને અનામત વિરોધી આંદોલનના પગલે સત્તા છોડવી પડી. અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા પણ ૧૯૮૯ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના પરાજયના પગલે તેમણે રાજીનામું આપવું પડ્યું અને ફરી માધવસિંહ સોલંકી ૪થી વાર મુખ્યમંત્રી બન્યા ત્યારે વિધાનસભાની ચૂંટણી આડે માત્ર છ માસનો સમય જ બાકી હતો.


૧૯૯૦ની ચૂંટણીમાં કોંગ્રેસ છોડી જનતાદળમાં ભળેલા ચીમનભાઈ પટેલની આગેવાની હેઠળ જનતાદળ અને ભાજપની મીશ્ર સરકાર રચાઈ પરંતુ સોમનાથથી અયોધ્યા સુધીની રામ રથયાત્રા રોકી તેના નેતા એલ.કે. અડવાણીની બિહારની લાલુપ્રસાદ સરકારે અટકાયત કર્યા બાદ ભાજપના જનતાદળ સાથેના સંબંધો તૂટ્યા. કેન્દ્રમાં વીપી સરકાર ગઈ પણ ગુજરાતમાં ચીમનભાઈ પેટેલે જનતાદળ (ગુજરાત)ની રચના કરી. કોંગ્રેસની ભાગીદારી સાથે પોતાની સરકાર ટકાવી રાખી અંતે પોતે આખા પક્ષ સાથે કોંગ્રેસમાં ભળી ગયા. ૧૯૯૩માં તેમના અચાનક નિધન બાધ મહુવાના ધારાસભ્ય અને ચીમનભાઈની સરકારમાં નાણામંત્રીનું પદ સંભાળનાર છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા. તેઓ દોઢ વર્ષ મુખ્યમંત્રી પદે રહ્યાં.

૧૯૯૫માં ગુજરાતમાં પ્રથમવાર ભાજપની બહુમતી આવી. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા પણ ૧૯૯૬માં શંકરસિંહ વાઘેલાના બળવા બાદ તેમને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. તેમના સ્થાને આવેલા કચ્છના સુરેશભાઈ મહેતાને તો ગણતરીના દિવસોમાં ગુજરાતનું સુકાન છોડું પડ્યું. શંકરસંહ વાઘેલા પોતાના નવા પક્ષ રાજપાના વડા તરીકે અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા પણ કોંગ્રેસી આગેવાનો સાથે વાંકુ પડતા તેમણે સત્તા છોડી અને પોતાની નજીકના મનાતા ઉદ્યોગપતિ દિલીપભાઈ પરીખને મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ તેઓ ટકી શક્યા નહિ પણ તેમણે બે વર્ષ વહેલું રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરી ૧૯૯૮માં ચૂંટણી યોજી. આમાં ભાજપને સતત બીજીવાર બહુમતી આવી અને કેશુબાપા ફરી મુખ્યમંત્રી બન્યા. પરંતુ ૨૦૦૧નો ભૂકંપ, સ્થાનિક ચૂંટણીમાં ભાજપની હાર અને પેટાચૂંટણીમાં પરાજય તેમને નડી ગયા અને તેમના સ્થાને નરેન્દ્ર મોદી ૨૦૦૧માં મુખ્યમંત્રી બન્યા. તેમણે ચાર તબક્કે ૧૪ વર્ષ સુધી ગુજરાતમાં શાસન કર્યું. તેઓ કેન્દ્રમાં વડાપ્રધાન બનતા તેેમણે ગુજરાતની સત્તા છોડી.


નરેન્દ્રભાઈના અનુગામી બનેલા આનંદીબેન પટેલને પાટીદાર અનામત આંદોલન અને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ભાજપના થયેલા પરાજયના પગલે સત્તા છોડવી પડી અને ૨૦૧૬ ઓગસ્ટમાં વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા. ૨૦૧૭ના ડિસેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણી તેમની આગેવાની હેઠળ લડાઈ. ભાજપને બહુમતી પણ મળી. પરંતુ તેઓએ બે તબક્કામાં પાંચ વર્ષ પૂરા કર્યા. પરંતુ ૨૦૧૭ની ટર્મ પૂરી કરી શક્યા નહીં.

PM મોદી
૧૯૬૦ થી ૨૦૨૧ સુધીમાં ગુજરાતના ૨૦ વખત મુખ્યમંત્રી બદલાયા છે. જાે કે નરેન્દ્ર મોદી અને માધવસિંહ સોલંકી સિવાયના કોઈ મુખ્યમંત્રી પોતાની ટર્મ પૂરી કરી શક્યા નથી. નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧ બાદ ચાર વખત મુખ્યમંત્રી બન્યા, ૧૪ વર્ષ રાજ કર્યું જે ગુજરાતનો વિક્રમ છે. જાે કે દેશમાં સતત ૨૫ વર્ષ રાજ કરવાનો વિક્રમ તો પશ્ચિમ બંગાળના ડાબેરી મુખ્યમંત્રી જ્યોતિ બસુના નામે છે.
જ્યારે ઉપર જણાવી ગયા તે પ્રમાણે છ માસમાં ભાજપશાસિત રાજ્યોમાં ચોથા મુખ્યમંત્રી બદલાયા છે. ગુજરાતમાં ચૂંટણી ટાણે મુખ્યમંત્રી રાજીનામાના કારણોસર બદલવાનો આ ત્રીજાે બનાવ છે. ચૂંટણી ટાણે મેદાનમાં આવનારા નવા મુખ્યમંત્રીને પહેલા વન ડે ક્રિકેટની જેમ રમવું પડતું હતું હવે ટ્‌વેન્ટી-ટ્‌વેન્ટીની જેમ રમવું પડશે એટલે કે ઝડપી નિર્ણયો લેવા પડશે.

વિશ્લેષણ / બીજે બધે નહિ પણ બંગાળમાં પેટાચૂંટણી, કારણ શું ?
વિશ્લેષણ / ચૂંટણી ટાણે રાજકારણીઓ ખેલે છે અનેક ખેલ!!

ગણેશોત્સવ / લોકમાન્ય તીલકે આઝાદીના જંગ સમયે લોકજાગૃતિ માટે ગણેશોત્સવ શરૂ કરાવ્યો હતો

વિશ્લેષણ / ટીમ વાડેકરના વિજયનું વિરાટ સેનાએ પુનરાવર્તન કર્યું

ગણેશ ચતુર્થી / વિઘ્નહર્તા ગણેશજીનો ઉત્સવ વિઘ્નરૂપ ન બને તો સારું.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment