Gandhinagar News/ દહેગામમાં વિવાદાસ્પદ જમીનના માલિકો સરકારને જમીન બક્ષિસલેખ કરીને વિવાદ ઠંડો પડાશે

 દહેગામ તાલુકાના જૂના પહાડિયા અને સાંપાના કાલીપુર પરુ તથા રામાજીના છાપરાની જમીનને બારોબાર વેચી દેવાના કૌભાંડ પછી સરકારે પગલા લેવા માંડ્યા છે. તેથી હોબાળાના લીધે ચિંતામાં પડેલા પક્ષકારોએ સરકારની સક્રિયતાના લીધે કાર્યવાહીનો સામનો કરવો પડશે તે ડરથી આ વિવાદાસ્પદ જમીન સરકારને બક્ષીસલેખ કરીને સુપ્રદ કરવાની હિલચાલ આરંભી છે. આના લીધે ઘીના ઠામમાં ઘી ઠરી રહેશે તેમ મનાય છે.

Gujarat Gandhinagar Others Breaking News

Gandhinagar News:  દહેગામ તાલુકાના જૂના પહાડિયા અને સાંપાના કાલીપુર પરુ તથા રામાજીના છાપરાની જમીનને બારોબાર વેચી દેવાના કૌભાંડ પછી સરકારે પગલા લેવા માંડ્યા છે. તેથી હોબાળાના લીધે ચિંતામાં પડેલા પક્ષકારોએ સરકારની સક્રિયતાના લીધે કાર્યવાહીનો સામનો કરવો પડશે તે ડરથી આ વિવાદાસ્પદ જમીન સરકારને બક્ષીસલેખ કરીને સુપ્રદ કરવાની હિલચાલ આરંભી છે. આના લીધે ઘીના ઠામમાં ઘી ઠરી રહેશે તેમ મનાય છે.

સાંપાનું કાલીપુર પરૂ, જુના પહાડિયા તથા રામાજીના છાપરાની જમીનનો દસ્તાવેજ હવે સરકાર હસ્તક કરવાની પણ તજવીજ હાથ ધરાઈ છે.  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પરા વિસ્તારની ખાનગી જમીનો બારોબાર વેચી દેવાની ઘટના વારાફરથી બહાર આવી હતી.

પહેલા જૂના પહાડિયા, બાદમાં સાંપાના કાલીપુર પરૂ અને ત્યાર બાદ રામાજીના છાપરામાં ઊભા થયેલી સોસાયટી કે મકાનોને બદલે ખુલ્લી જમીન બતાવીને તેના વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હતા. જો કે, આ કિસ્સા સામે આવ્યા બાદ મહેસૂલ વિભાગ જાગ્યો હતો અને ગાંધીનગર પ્રાંત અધિકારીની કોર્ટમાં આ ત્રણેય કેસમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.

કાલીપુરના પરાની વેચાણ નોંધ રદ કર્યા બાદ જૂના પહાડિયાની વેચાણ નોંધ પણ રદ કરવામાં આવી છે અને રામાજીના છાપરાની જમીન અંગે પણ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવનાર છે. તેવી સ્થિતિ વચ્ચે આવા કિસ્સામાં મહેસૂલ વિભાગ-સચિવાલયથી હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓ તથા નેતા-મંત્રીઓએ પણ આવા કિસ્સામાં હાલ રહેતાં રહીશો-ગ્રામજનોને નુકસાન ન જાય તે પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ તો વેચાણ નોંધ રદ કરી દેવામાં આવી છે, પરંતુ વેચાણ દસ્તાવેજ હજુ રદ થયો નથી ત્યાં સુધી ખરીદનાર જ આ જમીનના માલિક છે. આ સ્થિતિમાં હવે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તક્ષેપ બાદ જમીન સરકારને સોંપી દેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દહેગામના આ ત્રણેય કિસ્સામાં હાલ જેમની પાસે વેચાણ દસ્તાવેજ છે તેમના દ્વારા આ જમીન સરકારને બક્ષીસ લેખ કરી આપશે. અગાઉના દિવસોમાં સબ રજીસ્ટ્રાર કચેરી મારફતે સરકારને બક્ષીસલેખ કરીને આ વિવાદાસ્પદ જમીનો સરકારને સોંપી દેવામાં આવશે. એટલે કે, આ ખાનગી જમીનોની સરકાર માલિક થઈ જશે. જો કે, બાદમાં સરકાર દ્વારા આ જમીન ઉપર જે તે ગ્રામજનો વસવાટ કરે છે તેની સનદ કે અન્ય કોઈ પુરાવા આપશે તે ગ્રામજનોને તેનો માલિકી હક્ક પણ આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે શું કહ્યું….

આ પણ વાંચો: સુરતની લાજપોર જેલમાં કેદીના મોત મામલે બબાલ, પોલીસના મારથી મોતનો આરોપ

આ પણ વાંચો: પાટણમાં દોઢ વર્ષના બાળકનું વીજ કરંટથી થયું મોત

આ પણ વાંચો: કાટમાળમાંથી ઇન્ડસ્ટ્રીયલ પાવર હાઉસ બનેલા કચ્છને એરપોર્ટ મળી શકે