Education/ ધોરણ-9 અને 11ના વર્ગ, સોમવારથી રાબેતા મુજબ શરૂ

ધોરણ-9 અને 11ના વર્ગ, સોમવારથી રાબેતા મુજબ શરૂ

Top Stories Gujarat Others
  • કોવિડ-2019ની માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન
  • વાલીનું સંમતિપત્રક ફરજીયાત
  • અગાઉ ધોરણ-10 અને 12ના વર્ગ થયા શરૂ
  • શિક્ષણને ગતિ આપવાની દિશામાં મહત્વનો નિર્ણય
  • હવે પછી ધોરણ-1 થી 8 અંગે સરકાર કરશે નિર્ણય

@અરુણ શાહ, અમદાવાદ 

ગુજરાતમાં શિક્ષણકાર્યને વેગ આપવા સોમવારથી ધોરણ-9 અને 11ના વર્ગનો પ્રારંભ થશે. કોવિડ-2019ની માર્ગદર્શીકાના સંપૂર્ણ પાલન સાથે ધોરણ-9 અને 11નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવશે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. રાજ્યમાં જનજીવન રાબેતા મુજબ થઇ રહ્યું છે. હાલમાં ધોરણ-10 અને 12ના વર્ગ નિયમિત શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે બીજા તબક્કામાં હવે ધોરણ-9 અને 11ના વર્ગ પણ શરૂ કરવામાં આવશે. સોમવારથી કોવિડ-2019ની માર્ગદર્શિકાના સંપૂર્ણ પાલન સાથે ધોરણ-9 અને 11ના વર્ગ શરૂ થશે. શિક્ષણકાર્યને રાબેતામુજબ કરવાની દિશામાં સરકારે આ નિર્ણય કર્યો છે. જો કે ધોરણ-9 અને 11 માટે પણ વિદ્યાર્થીઓ ઉપરાંત વાલી . સંચાલક અને શૈક્ષણિકસ્ટાફ સહિતના તમામ લોકોએ ગાઇડલાઇનના પાલન સાથે શિક્ષણકાર્યને ગતિ આપવાની રહેશે. શૈક્ષણિકકાર્ય શરૂ કરવાના સરકારના નિર્ણયને મહદઅંશે આવકાર સાંપડ્યો છે.

Schools Reopening In India These states will Start normal classes in schools  from New Year 2021 - Schools Reopening: इन राज्यों में जनवरी 2021 से  खुलेंगे स्कूल, 9-12वीं तक की लगेंगी नॉर्मल क्लासेस

 

કયા નિયમનું પાલન કરવાનું રહેશે ?

-વિદ્યાર્થીઓ ઉપરાંત સંચાલક-આચાર્ય અને સ્ટાફ માટે માસ્ક ફરજીયાત

-શૈક્ષણિક સંકુલને સંપૂર્ણ સેનીટાઇઝેશન કરવું

-શાળામાં સામાજિક દૂરી જાળવવાના નિયમનું ચુસ્ત પાલન કરવું

-વિદ્યાર્થી શાળાએ હાજરી આપતાં અગાઉ માતા-પિતાનું સંમતિપત્રક ફરજીયાત

શૈક્ષણિકાકાર્યને વેગ આપવાની દિશામાં હવે ધોરણ- 9 થી 12ના વર્ગ રાબેતા મુજબ થશે. તો ટૂંક સમયમાં હવે ધોરણ-1 થી 8 ના વર્ગ લાંબા સમયથી બંધ છે તેને પુન શરૂ કરવાની દિશામાં પણ સરકાર નિર્ણય કરશે. આ ઉપરાંત કોલેજના ફાઇનલ સિવાયના વર્ષમાં પણ કોવિડ2019ના સંપૂર્ણ પાલન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કરી ટૂંક જ સમયમાં શૈક્ષણિકકાર્યને સંપૂર્ણ ધમધમતું કરવા સરકારે કવાયત હાથ ધરી છે. જેથી આગામી સમયમાં પરીક્ષા અને ત્યારપછી નવું શૈક્ષણિકસત્ર રાબેતા મુજબ ધમધમતું કરી શકાશે.

Vaccine / અહીં કલેકટર રસી લેવાનો ઇન્કાર કરાતાં અન્ય કર્મીઓમાં શંકા કુશંકા થઈ ઉભી

કૃષિ આંદોલન / સરકાર અને ખેડૂત નેતાઓની વધુ એક બેઠક યોજાશે આ તારીખે ….

Covid-19 / અહીં એક સાથે 22 બાળકો કોરોના પોઝિટિવ મળી આવતા સ્થાનીકોમાં હડકંપ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…