Vaccine/ CM નીતીશ કુમાર તેમના જન્મ દિવસ 1 માર્ચે લઇ શકે છે કોરોનાની રસી

બિહારમાં, બધા નાગરિકોને કોરોના રસી મફતમાં મળશે. કોઈ પણ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં રસી લેવા માટે કોઈ ફી ભરવાની રહેશે નહી.

India

બિહારમાં, બધા નાગરિકોને કોરોના રસી મફતમાં મળશે. કોઈ પણ ખાનગી અથવા સરકારી હોસ્પિટલમાં રસી લેવા માટે કોઈ ફી ભરવાની રહેશે નહી. રવિવારે મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં કોરોના રસીકરણનાં ત્રીજા તબક્કાની સમીક્ષા કર્યા પછી આ ઘોષણા કરવામાં આવી છે. જણાવી દઇએ કે, આવતી કાલે એટલે કે 1 માર્ચનાં રોજ મુખ્યમંત્રી નીતીશ કુમારનો જન્મ દિવસ છે, વળી તે આ દિવસે કોરોનાની રસી લેશે તેવા સમાચાર સામે આવ્યા છે.

Covid-19 / વધતા કોરોનાનાં કેસ પર તમિલનાડુ સરકારનું કડક વલણ, આ તારીખ સુધી વધાર્યુ Lockdown

જો કે, નીતીશ કેબિનેટે નવેમ્બર 2020 માં જ રસીકરણ મફતનાં નિર્ણયને મંજૂરી આપી દીધી હતી. પરંતુ કેન્દ્ર સરકારે કહ્યું છે કે ખાનગી હોસ્પિટલોમાં વધુમાં વધુ 250 રૂપિયા લેવામાં આવશે. આવી સ્થિતિમાં નીતિશ સરકાર ખાનગી હોસ્પિટલોમાં રસીકરણનો ખર્ચ ચૂકવશે. વળી મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ત્રીજા તબક્કાનાં રસીકરણ અભિયાનની શરૂઆત ઈંન્દિરા ગાંધઈ આયુર્વિજ્ઞાન સંસ્થા, શેખપુરા, પટના કેમ્પસમાં સોમવારે કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી, બે નાયબ મુખ્ય પ્રધાનો અને અન્ય અધિકારીઓ પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લેશે. રવિવારે આરોગ્ય વિભાગનાં મુખ્ય સચિવ સુપ્રિયા અમૃતે રાજ્ય આરોગ્ય સમિતિ, બિહારનાં કાર્યાલય પરિસરમાં આયોજિત પત્રકાર પરિષદમાં આ માહિતી આપી.

Election / ચૂંટણીટાણે રાજકોટ ભાજપનાં નેતાનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ, આંતરિક જૂથવાદ સપાટીએ આવ્યો

ત્રીજા તબક્કાની કોરોના રસીકરણ અભિયાનનાં ભાગ રૂપે, બિહારમાં 1600 રસીકરણ કેન્દ્રો પર રસી આપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. રાજ્ય આરોગ્ય સમિતિનાં કાર્યકારી નિયામક મનોજ કુમારે જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાની રસીકરણ અભિયાન સંદર્ભે રસીકરણ કેન્દ્રોની સંખ્યા ધીમે ધીમે વધારવામાં આવશે. 1 માર્ચે 700 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ થશે. આ પછી, 15 માર્ચ સુધી 1000 રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. વળી, 1200 રસીકરણ કેન્દ્રો 16 થી 31 માર્ચ, 01 થી 15 એપ્રિલ સુધીનાં 1500 કેન્દ્રો દ્વારા કાર્યરત કરવામાં આવશે. વળી 16 થી 30 એપ્રિલ સુધીમાં 1600 કેન્દ્રો પર રસીકરણની કામગીરી કરવામાં આવશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ