સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જોર પકડ્યું છે તેવા સંજોગોમાં જિલ્લાના તાપમાન ઘટાડો જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડી પડતાં જનજીવન ખોરવાઈ જવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેરની બજારો વહેલી સવારથી ઠંડીના કારણે સવારે 12 બાદ ખુલી છે અને સુમસામ નજરે પડી છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર શહેરમાં સરેરાશ તાપમાન 17 ડિગ્રી જેટલું નોંધાવા પામ્યો છે અને ઠંડોગાર શહેરી વિસ્તાર બની જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ રાત્રિમાં 6 ડિગ્રી જેટલું તાપમાન નીચે આવ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળવા પામ્યું છે તેવા સંજોગોમાં જનજીવન પર અસર થવા પામી છે. પશુ-પક્ષીઓને પણ અસર જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન લોકોને તાપણા નો સહારો લઇ અને ઠંડીથી બચવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે. સુરેન્દ્રનગર શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એક વખત ઠંડીના ચમકારાએ જોર પકડતાં લોકોને ઘરમાં રહેવાની નોબત સર્જાઇ છે તેવા સંજોગોમાં શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતાઓ પણ ઠંડી એ જોર પકડતા દેખાઈ રહી છે
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન સતત ઘટી રહ્યું છે ત્યારે આ તાપમાન એક જ રાત્રિમાં ઠંડીથી ગગડ્યો છે અને વહેલી સવારથી લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે.તેવા સંજોગોમાં બહાર ઝાકળ વર્ષા પણ સુરેન્દ્રનગર પંથકમાં નજરે પડી છે વહેલી સવારથી રોડ રસ્તા ઉપર પણ ઝાકળ જોવા મળી રહી છે જેને લઇને ચોક્કસપણે શિયાળુ પાકને નુકસાન થશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે આ વર્ષે ઠંડી જરૂરથી મોડી શરૂ થઇ છે પરંતુ સારી ઠંડી અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
સુરેન્દ્રનગર હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવેલી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી દિવસોમાં હજુ પણ વધુ ઠંડીનો ચમકારો જોવા મળશે જાન્યુઆરી માસમાં સૌથી વધુ ઠંડી નો અહેસાસ લોકો કરી શકે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલનું તાપમાન પણ સુરેન્દ્રનગર જીલ્લાનું 17 ડિગ્રી જેટલું નોંધાવા પામ્યું છે. જેને લઈને હાલમાં જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે ત્યારે આગામી જાન્યુઆરી માસમાં વધુ ઠંડી પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીએ જોર પકડ્યું છે તેવા સંજોગોમાં 17 ડિગ્રી જેટલું તાપમાન સુરેન્દ્રનગરનું સરેરાશ આજે વહેલી સવારથી નોંધાયું છે દિવસે પણ લોકોને આજે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે હવામાનમાં પણ 30 ટકા જેટલો ભેદ નોંધાયો છે જેને લઇને ચોક્કસપણે જીરૂ, વરિયાળી, લીલા શાકભાજી અને ચણા જેવા પાકોને ફાયદો થશે અને ખેડૂતોને પણ આ બાબતનો લાભ મળશે તેવું હાલમાં ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે તિબેટીયન માર્કેટ ભરાય છે અને તેમાં ગરમ કપડાનું વેચાણ કરવા માટે અન્ય રાજ્યોમાંથી લોકો આવતા હોય છે તેવા સંજોગોમાં આ વર્ષે ગરમ કપડાંની ખરીદી માં ભાવ વધારો જોવા મળ્યો છે પરંતુ ગત રાત્રે ઠંડીનો ચમકારો બતાવતા હાલમાં તિબેટીયન માર્કેટ માં પણ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે અને ગરમ કપડાની ખરીદીમાં તેજી જોવા મળી રહી છે અને લોકોનો સાથે ઘસારો પણ જોવા મળી રહો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં ગતરાત્રીથી ઠંડી વધુ જોર પકડ્યું છે એક જ રાત્રિમાં 6 ડિગ્રી જેટલા તાપમાનમાં ઘટાડો થયો છે. તેવા સંજોગોમાં શિયાળાની સિઝન દરમિયાન પ્રથમ વખત વાતાવરણમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા ભેજમાં 30 ટકા જેટલો વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધાયો છે જેને લઇને સમગ્ર પંથકમાં ઠંડીનું જોર પકડ્યું છે ત્યારે આગામી દિવસોમાં વધુ ઠંડીની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
