ગાંધીનગરના ઉવારસદ ખાતે આજે RSSની તરી દિવસીય સમન્વય બેઠક સમાપન છે. RSSના વડા મોહન ભાગવતની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં સંઘની 39 ભગિની સંસ્થાઓના હોદેદારોએ ભાગ લીધો હતો. જેમાં રામ મંદિર નિર્માણ નિધિ, ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ચર્ચા થઇ હતી.
આ બેઠક પૂર્ણ થયા બાદ સરકાર્યવાહક કૃષ્ણગોપાલજીએ પત્રકાર પરિષદ યોહી હતી અને માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે, RSS ની નિયમિત બેઠકો થાય છે. વર્ષમાં બે વાર અખિલ ભારતીય સ્તરની બેઠક મળે છે. કોરોનાના લીધે સપ્ટેમ્બરમાં બેઠક થઈ શકી નથી. માટે આ વર્ષે શરૂઆત માં જ ઉવારસદમાં કોરોના ગાઈડલાઇન સાથે બેઠક યોજી છે. 3 દિવસની બેઠક આજે સાંજે પૂર્ણ થશે. જે કામગીરી સંઘના કાર્યર્તાઓએ કરી તેની ચર્ચા થઈ છે. કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને શિક્ષણ માટે યોજના બનાવી હતી .
કોરોના કાળમાં દેશભરમાં સંઘના કાર્યકર્તાઓએ વ્યવસ્થા કરી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં મોબાઈલ અને આઇપેડ સંઘે પહોંચાડ્યા. રામ જન્મભૂમિ પર ભૂમિ પૂજન બાદ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ઝડપથી મંદીર બને તેવા પ્રયાસો ચાલુ છે. રામ મંદિર નિર્માણમાં વ્યાપક સંપર્ક કાર્ય થશે. 5 લાખથી વધુ ગામડાઓમાં કાર્યકરો જશે. 10 કરોડથી વધુ પરિવારોનો સંપર્ક કરશે. રામ મંદિર દેશના સન્માનનું પ્રતીક છે. આ માટે પ્રત્યેક ઘરમાંથી સહયોગ લેવાશે. પરિવાર મુજબ આર્થિક સહયોગ લેવાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
