Not Set/ વાપી જીઆઇડીસીમાં ધડાકા સાથે કેમિકલની કંપનીમા ભીષણ આગ ભભૂકી ઉઠી

વાપી, વાપી જીઆઇડીસીની સેકન્ડ ફેઞ વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં મોટા ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં પ્રોસેસિંગ દરમિયાન મોટો બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, કંપનીનો કાટમાળ આજુબાજુના વિસ્તારમાં ઉડીને પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, આ બ્લાસ્ટની તીવ્રતાની અસર 2 કિલોમીટરની ત્રિજ્યામાં લોકો એ અનુભવી […]

Gujarat Others

વાપી,

વાપી જીઆઇડીસીની સેકન્ડ ફેઞ વિસ્તારમાં આવેલ એક કેમિકલ કંપનીમાં મોટા ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં પ્રોસેસિંગ દરમિયાન મોટો બ્લાસ્ટ થયો હતો.

આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે, કંપનીનો કાટમાળ આજુબાજુના વિસ્તારમાં ઉડીને પડતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, આ બ્લાસ્ટની તીવ્રતાની અસર 2 કિલોમીટરની ત્રિજ્યામાં લોકો એ અનુભવી હતી.

બ્લાસ્ટ બાદ કંપનીમાં  ભીષણ આગ લાગી હતી. આ કેમિકલ કંપનીની આગે બાજુની કપડા બનાવતી કંપનીને પણ લપેટમાં લીધી હતી. જી ની એન્ડ જોની નામની આ કંપનીમાં પણ આગ પ્રસરી હતી. આગને પગલે ૭ થી વધારે ફાયરની ટીમ ઘટના સ્થળે પહુંચી આગ પર  કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 2 કલાકની ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગ પર  કાબૂ મેળવ્યો હતો.