Politics/ હેમંત સરમાનું વિવાદિત નિવેદન, કહ્યુ- ગુનેગાર ભાગવાનો પ્રયત્ન કરે તો Encounter કરવુ યોગ્ય

જો ગુનેગારો ભાગવાનો પ્રયત્ન કરે છે અથવા ગોળીબાર કરવા માટે પોલીસ પાસેથી હથિયાર છીનવી લે છે તો તેણે એન્કાઉન્ટરમાં મારી કાઢવો એક પેટર્ન હોવી જોઇએ.

Top Stories India

આસામનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કાર્યભાર સંભાળ્યા બાદ થયેલા અનેક એન્કાઉન્ટરને યોગ્ય કહેતા સોમવારે કહ્યું કે, જો ગુનેગારો ભાગવાનો પ્રયત્ન કરે છે અથવા ગોળીબાર કરવા માટે પોલીસ પાસેથી હથિયાર છીનવી લે છે તો તેણે એન્કાઉન્ટરમાં મારી કાઢવો એક પેટર્ન હોવી જોઇએ. આસામમાં વધી રહેલા એન્કાઉન્ટરની સંખ્યાને લઈને રાજકીય આરોપ-પ્રત્યારોપ વધુ તીવ્ર બન્યો છે. રાજ્યનાં કસ્ટડીમાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહેલા એક ડઝન જેટલા શંકાસ્પદ આતંકવાદીઓ અને ગુનેગારોને તાજેતરનાં ભૂતકાળમાં એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા છે.

CBSE નો નિર્ણય / વર્ષમાં બે વખત લેવાશે ધોરણ 10 અને 12 ની પરીક્ષા, જાણો પૂરી વિગત

ગુનેગારોનાં મુદ્દે આસામનાં મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાનાં નિવેદન પર રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં જ આસામમાં ગુનેગારો ઉપર પોલીસ ગોળીબારનાં સંદર્ભમાં એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવ્યા પછી પણ જો કોઈ ગુનેગાર ભાગી જાય છે, તો તેના પર ફાયરિંગ કરવાની જરૂર છે અને તેને પેટર્નનાં રૂપમાં દાખલ કરવાની પણ જરૂર છે. જો કોઈ પોલીસ હથિયાર છીનવીને ભાગવાનો પ્રયાસ કરે છે અને જો તે બળાત્કારી છે, તો પોલીસ તેને છાતીમાં ગોળી મારી શકે નહીં, પરંતુ તેને પગમાં ગોળી મારવાનો કાયદો છે. ગૃહ મંત્રાલય સંભાળી રહેલા સરમાએ એમ પણ કહ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે પ્રાણીઓની તસ્કરીમાં સામેલ લોકો વિરુદ્ધ પોલીસ ખાસ કડક બને. તેમણે કહ્યું કે, જે લોકો ગાયની તસ્કરી કરે છે તેને દરેક કિંમતે પકડવો જોઇએ. હું પણ નથી ઇચ્છતો કે તે ચાર્જશીટનાં તબક્કે જાય કારણ કે આપણી ગાયોને સુરક્ષિત રાખવાની જરૂર છે. “તેમણે ઉમેર્યું,” એક ગાય આપણા માટે ભગવાન બરોબર છે. “તેમણે ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશની સરહદ ધરાવતા જિલ્લાઓ (શ્રીરામપુર, ગોસાળગાંવ, ધુબરી અને સાગોલીયા) નાં અધિકારીઓએ ધ્યાન આપવા કહ્યું.

થર્ડ વેવનો ભરડો / UKમાં 24 કલાકમાં 27,300 કેસ, નિયંત્રણો ઘટાડવાની તૈયારી વચ્ચે ચિંતા

સરમાએ મે મહિનામાં પદ સંભાળ્યું ત્યારથી, ઓછામાં ઓછા કથિતરૂપે ગુનેગારો જેમને મવેશી-તસ્કરી, બળાત્કાર, હત્યા અને નશાની દવાઓની તસ્કરી માટે રાખવામાં આવેલ છે, તેમના શરીર પર ગોળીનાં ઘા દેખવા મળ્યા છે. પોલીસોન દાવો છે કે તેમણે ભાગવનો પ્રયત્ન કર્યો હતો. આ તે સમયે થયુ જ્યારે સરમા સરકારે અન્ય સંગઠિત ગુનેગારોની સાથે-સાથે નશાવાળા પદાર્થોની તસ્કરી અને પશુ-તસ્કરી વિરુદ્ધ મોટા પ્રમાણમાં અભિયાનની જાહેરાત કરી છે.