દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને શુક્રવારે કહ્યું કે રાજધાની દિલ્હીમાં કોવિડ-19 રોગચાળાને કારણે મૃત્યુનો એવો કોઈ કેસ નથી જેની ગણતરી ન થઈ હોય. જૈનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એક દિવસ પહેલા ભારતમાં આ વાયરસને કારણે 47 લાખ લોકોના મોતનો અંદાજ લગાવ્યો હતો.
ગુજરાતના કેવડિયામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત સ્વસ્થ ચિંતન શિબિરમાં ભાગ લેવા આવેલા સત્યેન્દ્ર જૈને જણાવ્યું હતું કે દિલ્હી સરકાર દ્વારા કેન્દ્રને આપવામાં આવેલ કોવિડથી મૃત્યુઆંક અધિકૃત અને સાચો છે.
Delhi numbers are authentic and correct. Almost 25,600 deaths have taken place and each of them has been counted. In Delhi, the data has not been fudged even for a single death: Satyendar Jain, Delhi Health Minister pic.twitter.com/4TCjptmLQS
— ANI (@ANI) May 6, 2022
તેમણે કહ્યું કે હું આખા દેશ અથવા અન્ય રાજ્યોના આંકડાઓ પર ટિપ્પણી કરી શકતો નથી, પરંતુ રાજધાનીમાં કોવિડના કારણે મૃત્યુનો એવો કોઈ આંકડો નથી જેની ગણતરી ન થઈ હોય. તેમણે કહ્યું કે અમે ન તો એક મૃત્યુ વધારે ગણ્યા અને ન તો એક મૃત્યુ ઓછા ગણ્યા. દિલ્હી દેશની રાજધાની છે અને શું શક્ય છે કે અહીં કોવિડને કારણે કોઈનું મૃત્યુ થયું હોય અને મૃત્યુનું પ્રમાણપત્ર ન મળ્યું હોય? જૈને કહ્યું કે ડેટા એકત્ર કરવામાં અને મૃત્યુઆંકની ગણતરીમાં 100 ટકા પારદર્શિતા રાખવામાં આવી છે.
આ પણ વાંચો: NCP નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ વધી, જ્યુડિશિયલ કસ્ટડી 20 મે સુધી લંબાવી
