ખતરા પહેલાં તૈયારી / અમદાવાદમાં સંક્રમણ વધતાં ખાનગી હોસ્પિટલોમાં બેડ વધારાયા

ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાઈરસની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે અને રાજ્યમાં દરરોજ 3000 કરતા પણ વધુ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદમાં કોરોના વાયરસથી પોઝિટિવ કેસોનો આંકડો રોજ નવા રેકોર્ડ તોડી રહ્યો છે.

અમદાવાદમાં વણસી ગયેલી આ સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધતા સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જેના પરિણામે ગંભીર દર્દીઓને સમયસર સારવાર મળવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ સમસ્યાના સમાધાન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરી 18 ખાનગી હોસ્પિટલોને કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ, કોવિડ ડેઝિગ્નેટેડ જાહેર કરવામાં આવેલી હોસ્પિટલમાં 50 ટકા બેડ કોરોના સંક્રમિત દર્દીઓ માટે રિઝર્વ રાખવામાં આવશે. આમ શહેરની 18 ખાનગી હોસ્પિટલમાં 1219 બેડ વધારવામાં આવ્યા છે.દર્દીઓ એ અગાઉ નક્કી કર્યા મુજબ સેવખર્ચે તમામ હોસ્પિટલમાં સારવાર લેવાની રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કરેલી 18 કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ :

1. ઝાયડ્સ હોસ્પિટલ, થલતેજ : 275 બેડ
2. કે.ડી. હોસ્પિટલ, વૈષ્ણવદેવી : 150 બેડ
3. સ્ટર્લિંગ હોસ્પિટલ, મેમનગર : 156 બેડ
4. નારાયણા હોસ્પિટલ, રખિયાલ : 150 બેડ
5. સેવિયર હોસ્પિટલ, નવરંગપુરા : 55 બેડ
6. પારેખ હોસ્પિટલ, સેટેલાઇટ : 25 બેડ
7. એશિયન બેરીયટીક, બોડકદેવ : 50 બેડ
8. સિંધુ હોસ્પિટલ, કુબેરનગર : 50 બેડ
9. સિધ્ધિ વિનાયક હોસ્પિટલ, મણિનગર : 50 બેડ
10. પુખરાજ હોસ્પિટલ, સાબરમતી :37 બેડ
11. એવરોન હોસ્પિટલ, નારણપુરા :32 બેડ
12. કર્ણાવતી હોસ્પિટલ, એલિસબ્રિજ : 29 બેડ
13. દેવસ્ય હોસ્પિટલ, નવાવાડજ : 25 બેડ
14. લોખંડવાલા હોસ્પિટલ, પ્રેમ દરવાજા : 25 બેડ
15. એપોલો પ્રાઈમ, બાપુનગર : 35 બેડ
16. કર્મદીપ હોસ્પિટલ, બાપુનગર : 25 બેડ
17. સેટેલાઇટ હોસ્પિટલ, સેટેલાઇટ : 25 બેડ
18. ચૌધરી હોસ્પિટલ, સૈજપુર : 25 બેડ

Reporter Name: @રીમા દોષી, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

More Stories


Loading ...

Top Stories


Photo Gallery