કોરોનાના વધતા જતા કે હવે સરકાર માટે પડકારજનક બની રહ્યા છે એટલું જ નહીં પરંતુ કોરોના સામાન્યથી લઈ અને સેલિબ્રિટી સૌને લાગુ પડી રહ્યો છે. તેમજ કોરોના અજગર ભરડો લીધો છે તો તેમાં અન્ય રાજયોની સાથે હવે ગુજરાતમાં પણ ખતરો વધી ગયો છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસનો ખતરો વધી ગયો છે. દિવાળી પછી કોરોના કેસ કાબૂમાં આવ્યા હતા, પરંતુ ગુજરાતમાં કોરોના વાયરસની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં આજે કોવિડ-19ના 710 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 451 દર્દીઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પહોંચ્યા છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત થયું નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2,67,701 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી દીધી છે. રાજ્યમાં સાજા થવાનો રેસિયો 97.03 ટકા છે.

God grace / આખરે પાંચ વર્ષ બાદ પાકિસ્તાનથી પરત આવેલી ગીતાની તપાસ પૂર્ણ, DNA ટેસ્ટ પછી માતાને સોપણી
રાજ્ય સરકાર માટે પણ કોરોના નિયંત્રણમાં લેવું ખરેખર મુશ્કેલ બની રહ્યું છેગુજરાતમાં કોરોનાના નવા 710 પોઝિટિવ કેસની વાત કરીએ તો છેલ્લા 2 મહિનામાં આજે સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરતમાં 201 અને અમદાવાદમાં 153 કેસ નોંધાયા છે, ત્યારબાદ વડોદરામાં 95, રાજકોટમાં 77, ગાંધીનગરમાં 8 કેસ, જામનગરમાં 10, ભાવનગરમાં 13, જૂનાગઢમાં 8 કેસ, આણંદમાં 18, ખેડા – સાબરકાંઠામાં 14 – 14 કેસ, કચ્છમાં 13, ભરૂચમાં 12, નવસારીમાં 9 કેસ, પંચમહાલમાં 8, મહેસાણા – મોરબીમાં 6 – 6 કેસ, દાહોદ, નર્મદા, પાટણમાં 5 – 5 કેસ, બનાસકાંઠા – ગીર સોમનાથમાં 4 – 4, અમરેલીમાં 3 કેસ, મહિસાગરમાં 3, અરવલ્લી – દ્વારકામાં 2 – 2 કેસ, વલસાડમાં 2, બોટાદ – તાપીમાં 1 – 1 કેસ નોંધાયા છે.

PM care fund / દેશની દિગ્ગજ કંપનીઓએ PM careમાં કેટલા નાણાં જમા કરાવ્યા ? જાણો
આ ઉપરાંતરાજ્યમાં આજે છોટા ઉદેપુર, ડાંગ, પોરબંદર અને સુરેન્દ્રનગર એમ કુલ 04 જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયેલ નથી. રાજ્યમાં હાલ કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 3788 એક્ટિવ કેસ રહેલા છે, તેમાંથી 49 લોકો વેન્ટીલેટર પર છે, જ્યારે 3798 લોકોની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 4418 લોકોના મૃત્યું થઈ ચૂક્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આજે કુલ 16,911 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 17,24,805 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 4,25,371 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 10,135 વ્યક્તિઓનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

હે મા માતાજી… / તારક મહેતામા દયાના વીરા સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીને કોરોના
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
