દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ હોવાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022 ઈવેન્ટ માટે ખતરો બની ગયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2022 મેગા ઓક્શન માટે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. મેગા ઓક્શન બેંગલુરુમાં 12 અને 13 ફેબ્રુઆરીએ થવાનું છે.
આ પણ વાંચો – કોરોનાનો મોટો ફટકો / 3 BCCI અને MCAના 15 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં, ત્રણ દિવસ ઓફિસ બંધ કરાઇ
કેટલાક રાજ્યોની શિબિરમાં કોવિડ-19 નાં કેસ નોંધાયા બાદ બોર્ડે રણજી ટ્રોફી અને અન્ય સ્થાનિક ટૂર્નામેન્ટ્સ મુલતવી રાખી છે. આ પછી હવે IPL 2022ની મેગા ઓક્શનમાં પણ સંકટ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો BCCI ઓક્શન ઈવેન્ટનું સ્થળ પણ બદલાઈ શકે છે. આ સિવાય BCCI પાસે કોરોના વચ્ચે લીગનાં આયોજન માટે પ્લાન-બી તૈયાર છે. ક્રિકબઝનાં અહેવાલ મુજબ, IPL ની 15મી સીઝનને લઈને BCCI ની સામે હાલમાં બે યોજનાઓ છે. પ્લાન-એ મુજબ, પ્રારંભિક યોજના તમામ 10 ટીમો માટે હોમ-અવે ફોર્મેટમાં રમવાની હતી, જેમાં હોમ ગેમ્સ તેમના સંબંધિત સ્ટેડિયમમાં યોજવામાં આવી હતી. વળી, પ્લાન-બી મુજબ, IPL 2022 ની સમગ્ર સીઝનનું આયોજન મુંબઈમાં જ કરવું. જો IPL 2022 મુંબઈમાં યોજાય છે, તો તેની તમામ મેચો ત્રણ સ્થળો (વાનખેડે, CCI અને DY પાટિલ સ્ટેડિયમ) પર યોજાઈ શકે છે.
આ પણ વાંચો – કોરોના સંક્રમિત / SAIના બેંગલુરુ સેન્ટરમાં કોરોના બોમ્બ વિસ્ફોટ 35 એથ્લેટ કોરોના સંક્રમિત,જાણો વિગત
ત્રણ સ્ટેડિયમની હાજરીને કારણે સમગ્ર સીઝન મુંબઈમાં કરાવવાનો વિકલ્પ BCCI પાસે છે. જોકે, BCCI ટૂર્નામેન્ટને વધુ રસપ્રદ બનાવવા માટે ભારતમાં 10 કેન્દ્રો રાખવા માંગે છે અને તે પ્રાથમિકતા રહેશે. BCCI એ કોવિડને કારણે છેલ્લી બે સીઝન યુએઈમાં પસંદ કરી હતી. જોકે, આ વખતે IPL 2022ની સમગ્ર સીઝન ભારતમાં જ યોજવાની યોજના છે. શરૂઆતમાં ડબલ-હેડર અને ડે ગેમની સંખ્યા ઘટાડવા માટે તે નવી સીઝનની શરૂઆતની તારીખ 02 એપ્રિલથી 25 માર્ચ સુધી બદલવાનું પણ વિચારી રહી છે.
