Covid-19 Update/ અમદાવાદમાં કોરોના કેસમાં બમણી ગતિએ વધારો

અમદાવાદમાં રોજિંદા નોધાતા કોવિડ કેસોમાં મોટી વૃદ્ધિ જોવા મળી છે. બુધવારે શહેર અને રાજ્યમાં નોધાતા કેસ લગભગ બમણા થઇ ગયા હતા.

Top Stories Ahmedabad Gujarat
કોરોનાની ત્રીજી લહેર

છેલ્લા કેટલાક દિવસોથી દેશ અને રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેમાંપન્ગુજારત ની અંદર સતત વધતા કોરોના કેસે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે. ગુજરાતના મોટા શહેરોમાં ઝડપથી કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. તેમાં પણ અમદાવાદ સુરત અને વડોદરા શહેરોમાં કોરોના કેસમાં મોટો વધારો નોધાઇ રહ્યો છે. અમદાવાદ માં કોરોના કેસમાં બમણી ગતિએ વધારો નોધાઇ રહ્યો છે.

અમદાવાદમાં રોજિંદા નોધાતા કોવિડ કેસોમાં મોટી વૃદ્ધિ જોવા મળી છે. બુધવારે શહેર અને રાજ્યમાં નોધાતા કેસ લગભગ બમણા થઇ ગયા હતા. મંગળવારના રોજ અમદાવાદમાં 106 કેસનોધાયા હતા. તેની સરખામણીમાં બુધવારે અમદાવાદમાં 207 કેસ જોવા મળ્યા, જે 95% નો વધારો છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આશરે 80%નો વધારો નોધાયો હતો.મંગળવારે 226કેસ નોધાયા હતા. જેની સામે બુધવારે 407 થઈ ગયા હતા.

રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે છેલ્લા ચાર મહિનામાં, કોવિડ કેસોમાં તે સૌથી મોટો એક દિવસનો વધારો છે. જયારે અમદાવાદ માટે, તે 125 દિવસનો ઉચ્ચ દૈનિક આંકડો હતો.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અનુસાર, 16 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 92 દર્દીઓને ડિસ્ચાર્જ થતાં શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 903 પર પહોંચી છે. અન્ય કેસોમાં સુરત શહેરમાં 45, વડોદરા શહેરમાં 39, રાજકોટ શહેરમાં 17, સુરતમાં 12, ભાવનગર શહેરમાં 11 અને ગાંધીનગર શહેરમાં 10 કેસનો સમાવેશ થાય છે. . ગુજરાતના 33 જિલ્લાઓમાંથી નવમાં શૂન્ય સક્રિય કેસ છે. 190 દર્દીઓના ડિસ્ચાર્જ સાથે, ગુજરાતમાં હવે 1,741 સક્રિય કેસ છે. ચાર દર્દીઓ વેન્ટિલેટર પર હતા.

મનોજ અગ્રવાલે, ACS (આરોગ્ય), જણાવ્યું હતું કે કોવિડના કેસોમાં વધારો રોકવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. “અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં કોવિડ સર્વેલન્સ સિસ્ટમ્સ કાર્યરત છે. કોરોના દર્દીઓના લક્ષણો, મુસાફરી ઇતિહાસ, હોસ્પિટલમાં દાખલ થવા અને સંપર્ક ઇતિહાસના સંદર્ભમાં તમામ સક્રિય કેસોનું નિરીક્ષણ કરવામાં આવે છે.