રાજકોટમાં કોવિડ સ્પેશિયાલિસ્ટ તરીકે ખ્યાતનામ વોકહાર્ટ હોસ્પિટલના મેડીસીન વિભાગના વડા ડોક્ટર ચિરાગ માત્રાવડિયા પોતે કોરોનાની રસીના બે ડોઝ લેવા છતાં કોરોનાની ઝપટે ચડી ગયા છે.જોકે તેઓની તબિયત સારી છે અને હાલ તેઓ હોમઆઈસોલેટ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના / સીએમ ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન, મહારાષ્ટ્રમાં નહીં લાગે લોકડાઉન
તબીબ અને કોવિડ કેર નિષ્ણાત હોવા છતાં તેમને કોરોના લાગુ પડ્યો છે.જો કે રસી લીધા બાદ પણ તેઓને કોરોના લાગુ પડતા તેમણે આ બાબતને સામાન્ય ગણાવી હતી. તેમજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રસી લીધી છે એટલે બહુ સામાન્ય લક્ષણ છે.

કોરોના બેકાબુ / ગુજરાતમાં 67 લોકોને ભરખી ગયો કોરોના,6690 નવા સંક્રમિતો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
