Not Set/ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન નહીં કરો તો વિમાનમાંથી ઉતારી દેવાશે, નહીં કરી શકો ફરીથી મુસાફરી

કોવિડ મહામારી વચ્ચે હવાઇ યાત્રા કરનારાએ સંપૂર્ણ સાવધાની રાખવી પડશે. આમ નહીં કરો તો વિમાનમાંથી તમને ઉતારી પણ દેવાશે. કોરોનાના કેસોમાં ઘટાડા પછી બેફામ બનીને ફરતા ટોળાઓએ કેસોમાં વધારો કર્યો છે. સંક્રમણ વધતાં દેશના અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ અને લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ત્યારે વિમાનમાં પ્રવાસ કરતા યાત્રીઓએ પણ ખાસ સાવધાની રાખવી […]

Top Stories India

કોવિડ મહામારી વચ્ચે હવાઇ યાત્રા કરનારાએ સંપૂર્ણ સાવધાની રાખવી પડશે. આમ નહીં કરો તો વિમાનમાંથી તમને ઉતારી પણ દેવાશે. કોરોનાના કેસોમાં ઘટાડા પછી બેફામ બનીને ફરતા ટોળાઓએ કેસોમાં વધારો કર્યો છે. સંક્રમણ વધતાં દેશના અનેક શહેરોમાં રાત્રી કર્ફ્યુ અને લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ત્યારે વિમાનમાં પ્રવાસ કરતા યાત્રીઓએ પણ ખાસ સાવધાની રાખવી જરુરી છે.

જો વિમાનનો મુસાફર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં કરે તો ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) સખત કાર્યવાહી કરશે. એક સર્ક્યુલરમાં DCGAએ ચેતવણી આપી છે કે એરપોર્ટમાં દાખલ થવાથી લઇને બહાર નીકળવા સુધી માસ્ક પહેરવું અનિવાર્ય છે. તો હવાઇ યાત્રા દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો પાળવા પડશે. જો આમ નહીં થાય તો તેને પ્લેનમાંથી ઉતારી દેવાશે. આ ઉપરાંત કોઇ યાત્રી વારંવાર નિયમો તોડશે તો તેને ઉપદ્રવી યાત્રી જાહેર કરી દેવાશે.

DCGAએ પોતાના સર્ક્યુલરમાં કહ્યું છે કે કેટલાક લોકો કોવિડ-19ના પ્રોટોકોલ્સનું પાલન નથી કરતા. માસ્ક બરોબર નથી પહેરતા અને સોશિયલ ડિસ્ટન્સિંગને ફોલો નથી કરતા.