OMG!/ DJ નાં ઘોંઘાટે 63 મરઘીઓનાં લીધા જીવ, Poultry Farm નાં માલિકે નોંધાવી FIR

લોકો લગ્ન પ્રસંગે DJ નાં તાલે ખૂબ ડાન્સ અને ગરબા કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યુ કે, DJ નાં ઘોંઘાટથી કોઇનું મોત થયુ હોય? જી હા, અમે તમને અહી બતાવવા જઇ રહ્યા છીએ કે DJ નાં ઘોંઘાટે એક નહી પણ 63 જીવ લીધા છે.

Ajab Gajab News
63 મરઘીઓનાં મોત

લગ્ન પ્રસંગમાં DJ ને બોલાવવું હવે ખૂબ સામાન્ય વાત થઇ ગઇ છે. લોકો લગ્ન પ્રસંગે DJ નાં તાલે ખૂબ ડાન્સ અને ગરબા કરતા હોય છે. પરંતુ શું તમે ક્યારે સાંભળ્યુ કે, DJ નાં ઘોંઘાટથી કોઇનું મોત થયુ હોય? જી હા, અમે તમને અહી બતાવવા જઇ રહ્યા છીએ કે DJ નાં ઘોંઘાટે એક નહી પણ 63 જીવ લીધા છે.

63 મરઘીઓનાં મોત

આ પણ વાંચો – OMG! / મોબાઈલ રિપેર કરવાના બહાને જોતો હતો યુવતીનાં પ્રાઈવેટ Photos અને પછી થયુ કઇંક આવું

આપને જણાવી દઇએ કે, લગ્ન હોય કે પાર્ટી DJ નું હોવુ હવે જરૂર બની ગયુ છે. ઘણી જગ્યાએ મોટા અવાજે સંગીત સાથે DJ વગાડવામાં આવે છે. જો કે, મોટેથી સંગીતનો અવાજ લોકો માટે નુકસાનકારક પણ છે. તેથી, ઓછા અવાજમાં સંગીત સાંભળવાની સલાહ આપવામાં આવતી હોય છે. આમ છતાં ઘણા લોકો તેને સ્વીકારવા તૈયાર નથી. આ કડીમાં DJ ને લઈને ઓડિશામાંથી આવા સમાચાર સામે આવ્યા છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં મોટા અવાજે DJ વગાડવાથી 63 મરઘીઓનાં મોત થયા છે. આ દાવો અમારો નહીં પણ ચિકન ફાર્મ ચલાવનાર વ્યક્તિનો છે. સોશિયલ મીડિયા પર એક સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે DJ નાં જોરદાર અવાજે 63 મરઘીઓની હત્યા કરી દીધી છે. ચિકન ફાર્મનાં માલિકનો આરોપ છે કે તેમના ગામમાં વરઘોડામાં DJ નાં જોરદાર અવાજને કારણે મરઘીઓનાં મોત થયા હતા. એટલું જ નહીં, માલિકનું એમ પણ કહેવું છે કે જ્યારે તેમણે લોકોને અવાજ ઓછો કરવાની અપીલ કરી તો તેઓએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને ભગાડી દીધા. FIR નોંધતી વખતે કંડાગરાડી ગામનાં રણજીત પરિદાએ કહ્યું કે, લોકો વધુ પડતા ઉંચા અવાજમાં સંગીત વગાડતા હતા. જેના કારણે તેમના ખેતરમાં મરઘીઓ મરી ગઈ હતી.

63 મરઘીઓનાં મોત

આ પણ વાંચો – OMG! / જલપરી બનવા માટે આ છોકરીએ કર્યો ખૂબ સંઘર્ષ, હવે લોકોને કરે છે Entertain

માલિકનો દાવો છે કે મોટેથી સંગીતનાં કારણે તેમને લગભગ 180 કિલો ચિકનનું નુકસાન થઈ ગયું છે. આ કારણથી, તેઓએ હવે વળતરની માંગ કરી છે. જોકે, કન્યા પક્ષે વળતર ચૂકવવાનો ઈન્કાર કરી દીધો છે. અહીં નીલાગિરી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ દ્રૌપદી દાસે કહ્યું કે તેમણે પરિદા અને તેમના પાડોશીને આ મુદ્દે ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. આલમ એ છે કે આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.