Technology / શું તમને ચશ્માનો શોખ છે? તો રાહ જુઓ, Xiaomi જલ્દી લાવી રહ્યુ છે સ્માર્ટ ચશ્મા

આજે Xiaomi સ્માર્ટફોનની સાથે બજારમાં ટીવી, પાવર બેન્ક, ઇયરફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ સ્પીકર વગેરે જેવા ગેજેટ્સ બનાવી અને વેચી રહી છે.

ચીની કંપની Xiaomi હાલમાં વિશ્વની નંબર વન સ્માર્ટફોન બ્રાન્ડ છે. થોડા સમય પહેલા, Xiaomiએ આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ Xiaomi હવે માત્ર સ્માર્ટફોન માર્કેટ સુધી મર્યાદિત નથી. આજે Xiaomi સ્માર્ટફોનની સાથે બજારમાં ટીવી, પાવર બેન્ક, ઇયરફોન, સ્માર્ટવોચ, બ્લૂટૂથ સ્પીકર વગેરે જેવા ગેજેટ્સ બનાવી અને વેચી રહી છે. હવે Xiaomi એ આ યાદીમાં એક નવું ગેજેટ ઉમેર્યું છે. આજે 14 સપ્ટેમ્બર 2021 નાં ​​રોજ, Xiaomi એ સ્માર્ટ ચશ્માની જાહેરાત કરી છે. આ જાહેરાત ચીનમાં Xiaomi દ્વારા કરવામાં આવી હતી. Xiaomi Smart Glasses નામનાં આ સ્માર્ટ ચશ્મા કંપનીનાં પ્રથમ સ્માર્ટ ચશ્મા હશે. Xiaomi એ આ અંગે એક યુટ્યુબ વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

આ પણ વાંચો – એપલની ચેતવણી / iPhone ના કેમેરાને મોટરસાઈકલથી નુકસાન થઈ શકે છે, જાણો કારણ

ઉત્પાદનોની શ્રેણીને વિસ્તૃત કરતા, Xiaomi એ તેના પ્રથમ સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે. Xiaomi એ અચાનક સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા છે અને તેના વિશે અગાઉથી કોઈ માહિતી આપવામાં આવી નહોતી. Xiaomi સ્માર્ટ ચશ્મા હમણાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યા છે. માઇક્રો એલઇડી ઓપ્ટિકલ વેવગાઇડ ટેકનોલોજીથી સજ્જ, આ સ્માર્ટ ચશ્મા ફોન કોલ્સ અને નેવિગેશન જેવી ઘણી શાનદાર સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ હજુ સુધી તેમની કિંમત જાહેર કરી નથી. ભારત સહિત વિશ્વનાં અન્ય દેશોમાં તેમની એન્ટ્રી ક્યારે થશે તે અંગે ચોક્કસ કંઈ કહી શકાય નહીં.

ચાલો Xiaomi નાં સ્માર્ટ ચશ્માની સુવિધાઓ પર એક નજર કરીએ.

  • આ સ્માર્ટ ચશ્મા એક સ્વતંત્ર સ્માર્ટ વિયરેબલ છે, તે સેકન્ડરી સ્માર્ટફોન ડિસ્પ્લે નથી.
  • આ સ્માર્ટ ચશ્માનું વજન માત્ર 51 ગ્રામ છે.
  • આ સ્માર્ટ ચશ્માને તમારા સ્માર્ટફોન સાથે જોડીને, તેની નોટિફિકેશનને તમારી આંખોની સામે પણ જોઈ શકાય છે.
  • આ સ્માર્ટ ગ્લાસમાં અદ્યતન માઇક્રો એલઇડી વેવગાઇડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
  • આ સ્માર્ટ ચશ્મા સાથે કોલ કરી પણ શકાય છે અને લઈ પણ શકાય છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં 5 મેગાપિક્સલનો કેમેરો છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં બિલ્ટ-ઇન માઇક્રોફોન છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં, ઓડિયોને ટેક્સ્ટમાં પણ રૂપાંતરિત કરી શકાય છે અને તે પણ ટ્રાન્સલેશનની સાથે.
  • આ સ્માર્ટ ચશ્મામાં નેવિગેશન ફીચર પણ છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં ક્વાડ-કોર ARM પ્રોસેસર છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં ટચ પેડ છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં વાઇ-ફાઇ અને બ્લૂટૂથ મોડ્યુલ પણ છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં ચાર્જ કરવા યોગ્ય બેટરી છે.
  • આ સ્માર્ટ ચશ્મામાં ફોટો ટ્રાન્સલેશન પણ છે.

આ પણ વાંચો – Technology / સ્થાનિક કંપની વિંગાજોયે વાયરલેસ પાર્ટી સ્પીકર લોન્ચ કર્યું,  આઠ કલાક બેટરી ચાલશે

બેઝિક નોટિફિકેશન અને કોલ ડિસ્પ્લે સિવાય, Xiaomi નાં સ્માર્ટ ચશ્મામાં અન્ય ઘણી સારી સુવિધાઓ આપવામાં આવી છે. આમા, તમને ફોટોગ્રાફી, નેવિગેશન, ટેલિપ્રોમ્પ્ટર, રિયલ-ટાઇમ ટેક્સ્ટ અને ફોટો ટ્રાન્સલેશનની સુવિધા મળે છે. આ સ્માર્ટ ચશ્મામાં ફોટા ક્લિક કરવા અને રિયલ-ટાઇમમાં ટેક્સ્ટનું ભાષાંતર કરવા માટે 5 મેગાપિક્સલનો કેમેરો છે. સ્માર્ટ ચશ્મામાં આપવામાં આવેલી મહત્વની સૂચનાઓ, ફોન કોલ્સ, નેવિગેશન અને ફોટો ટ્રાન્સલેશનને Xiaomi AI આસિસ્ટન્ટ દ્વારા એક્સેસ કરી શકાય છે. કનેક્ટિવિટી માટે Xiaomi નાં સ્માર્ટ ગ્લાસમાં વાઇ-ફાઇ અને બ્લૂટૂથનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. આ ચશ્મા એન્ડ્રોઇડ ઓએસ પર કામ કરે છે અને કંપની તેમાં ટચપેડ પણ આપી રહી છે.


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment